________________
૩૫૪
શ્રી ચંદ્રપ્રભસ્વામી ચરિત્ર.
પડતી ચીજને જે વિસ્તૃત મુખે પકડી લઈને ભક્ષણ કરે, તેમજ તે વખતે મેં આપેલ મંત્રવડે દીક્ષિત થાય, તે પુરૂષ રાત્રે યથેચ્છાએ અદશ્ય થાય, તેમાં સંશય કંઈજ નથી.” એમ સાંભળતાં કુમાર શ્રદ્ધા લાવી અભ્યાસ કરવા લાગે, તે આકાશમાં સેપારી–વૃક્ષની લંબ ઉછાળી, ઉચે મુખ કરીને ઝીલતે, પછી કૃષ્ણ ચિદશની રાતે નગરીની પાસેના નદી કિનારે મંડળ આળેખીને યેગી પિતે કુમારને કહેવા લાગ્યો કે– મવડે હું જે નક્ષત્ર તરફ ફેંકું, તે તું ઉંચા મુખે ગળી જજે, વળી આવનજરે ક્યાંય જઈશ નહિ, આકાશ પ્રત્યે જેતે રહેજે.” કુમારે એ વાત કબૂલ કરતાં અને આકાશ સામે જોતાં, રોગીએ આકાશભણી દિવ્ય ઔષધિની પિંડી ઉછાળી. તે અનુક્રમે આકાશ થકી એકદમ પડતાં, અગ્નિએ સ્પર્શ પામી, દિવ્ય ઔષધિના પ્રભાવથી બળવા લાગી, ત્યારે એગીએ કહ્યું કે–આ નક્ષત્ર આવે છે, માટે સાવધાન થઈને તરત ગળી જા.” એમ તેણે કહેતાં કુમારે તે પ્રમાણે કર્યું, અને તે દિવ્ય ઔષધિની પિં તે ગળી ગયે. જેથી તરત જ તે નિર્જીવ સુવર્ણપુરૂષ બની ગયે. તેને તથાસ્થિત જોઈ એ વિચાર કર્યો કે –“મારૂં સમીહિત સિદ્ધ થયું, હવે એને બીજું કેઈન જુવે તેમ જમીનમાં દાટી દઉં, પછી વિલંબે એ લઈશ,” એમ ધારી તેને જમીનમાં દાટી, નિશાની કરી, તે યેગી બીજે ક્યાં જઈને સુઈ ગયે. - હવે તેજ નગરમાં કઈ દરિદ્ર રહેતું કે જેને આંધળી અને પાંગળી આઠ કન્યાઓ હતી. વળી જે પીળી આંખવાળી, પીળા કેશવાળી, કાબરચિત્રી, ખર સ્વરવાળી, ચપટી નાસિકાવાળી, સ્થળ કુક્ષિ અને ઉદારવાળી એવી તે કન્યાઓને જોઈ, પેલે દરિદ્ર દરિદ્રપણથી ચિંતા કરવા લાગ્યો કે એ રડે મારૂં ભક્ષણ કરવાને મારા ઘરમાં ઉપજી છે. કદાચ મને સ્ત્રીહત્યા લાગે તે ભલે, પણ એ રડેને ક્યાં દાટી દઉં, એમને ખવરાવવાને તે હું અસમર્થ છું.