________________
શીલવત ઉપર મદનમંજરીની કથા.
૩૫૫
દુષ્કર્મોએ એ બાળાઓને અંધ અને પાંગળી બનાવી છે અને દુષ્કર્મો એમને નષ્ટ કરે, તેમાં મારે શું દેષ?” એમ ધારી તે દરિદ્ર તેમને ગાડામાં નાંખી, જ્યાં ગીએ સુવર્ણ–પુરૂષ દાટેલ છે, ત્યાં પહોંચે. સુવર્ણ–પુરૂષના સ્થાને જ તે દૈવયોગે ખોદવા લાગે, એટલે તે તરત પ્રગટ થયું. તેને જોતાં દરિદ્રીને ભય, વિસ્મય અને હર્ષ થયો. તે વિચારવા લાગ્યું કે –“આ શું આશ્ચર્ય ? આ હું શું જોઉં છું? મારાં પૂર્વાર્જિત પુણ્ય કેવાં છે, તે તે હું બરાબર જાણું છું. હું અભાગને ભજન કે વસ્ત્રાદિકનું સુખ મળવાનું નથી, પરંતુ આ અંધ અને પાંગળી પુત્રીઓનાં શુભ કમાગે એ સુવર્ણપુરૂષ પ્રાપ્ત થયેલ છે, માટે કન્યાઓ સાથે એ ઘરે લઈ જાઉં.” એમ ધારી તે દરિદ્ર સુવર્ણપુરૂષને જમીનમાંથી કહા, ગાડામાં નાખી હર્ષ પામતે પિતાના ઘરે લઈ ગયો. તેને એકાંતમાં મૂકી, તેણે તેની આંગળી કાપતાં, તરત બીજી નવી નીકળી. આથી તે દરિદ્ર અત્યંત હર્ષ પામ્યું. પછી સુવર્ણ-અંગુલીના ખંડ વેચી, તેણે વસ્તુઓ લીધી અને તે ભેજન, વસ્ત્રાદિક વડે ભારે સુખી થયા. એ પ્રમાણે સુવર્ણ–પુરૂષનાં અંગ કાપી રેજ વેચતાં, તે નગરીમાં ધનાઢ્ય અને બહેળા કુટુંબવાળો થયો. તેણે એકદા વિચાર કર્યો કે–પુત્રીઓના પુણ્ય એ સુવર્ણપુરૂષ મને સાંપડેલ છે, માટે એના અંગેજ સાંકળવડે પુત્રીઓને દઢ બાંધી રાખું.” એમ ધારી તેના હાથે પગે બાંધી તે દરિદ્ર સાતે પુત્રીઓને ભલામણ કરી કે–“એ જ્યારે જવા માંડે, ત્યારે તમે એને આદરથી પકડી રાખીને તેને કહેજો કે લાંબે કાળે તને અમે જે છે, તે હવે કયાં જાય છે? તને અમે કદી મૂકનાર નથી, તુંજ અમારું ભક્ષ્ય છે.”એમ સમજાવીને તેણે બધી પુત્રીઓને ત્યાં જ બાંધી રાખી, તે ત્યાં ખાતી, રમતી અને સુતી. સુખને લીધે તેઓ શરીરે ભારે પુષ્ટ બની ગઈ.