________________
ધર્મારાધન કરનાર સિદ્ધારની કથા.
૩૩૭
ભાએ ચિત્ત અને ઇંદ્રિયેને તાબે કરવા ગમે તેવો નિયમ લે કે જે સદા પુણ્યાનુબંધી હોય.”
એ પ્રમાણે દેશના સાંભળતાં પ રાજાએ શ્રીયુગધર ગુરૂ પાસે સંસારથી તારનાર પ્રત્રજ્યા અંગીકાર કરીઅને અભિગ્રહ લેતાં, ક્ષમા કરતાં, ઇંદ્રિયે દમતાં, તથા પિતાના શરીરે પણ આકાંક્ષા ન રાખતાં પ મુનિ ચિરકાલ વ્રત પાળવા લાગ્યા. પછી વીશ સ્થાનક સેવતાં પ૬ સાધુએ નિકાચિત તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. જેમ કે –
અવર્ણવાદના ત્યાગપૂર્વક ભૂતાર્થ અહંતની સ્તવનાવડે તેમણે પ્રથમ પદ અને સિદ્ધોનું વાત્સલ્ય સમકિતની શુદ્ધતા અને સિદ્ધના ગુણ કીર્તનથી બીજા સિદ્ધપદનું આરાધન કર્યું. બાલસાધુ પ્રમુખ પ્રત્યે અનુગ્રહ અને ભક્તિ તથા પ્રવચન-ચતુર્વિધ સંઘની સેવાવડે તેમણે ત્રીજું સ્થાનક આરાધ્યું. વસ્ત્રાદિક દાન અને સભાવથી સ્તવનાવડેગુરૂભક્તિ કરતાં તેણે ચોથું સ્થાનક તથા પર્યાયસ્થવિર, વયસ્થવિર અને શ્રુતસ્થવિરની ભક્તિ કરતાં પાંચમું પદ આરાધ્યું. પિતાના કરતાં અધિક શ્રુતધારીનું વાત્સલ્ય, વિનય, વૈયાવચ્ચ કરતાં તેમણે છઠું સ્થાનક સેવ્યું. તપસ્વી મહાત્માઓની વિશ્રામણાદિ, વાત્સલ્ય કરતાં સાતમું પદ તથા દ્વાદશાંગી શ્રુત-અર્થ તથા ઉભયના ઉપયોગધારીની ભકિત કરતાં આઠમું સ્થાનક આરાધ્યું, શંકાદિદેવ રહિત તેમણે સમ્યગ્દર્શન નવમું પદ અને જ્ઞાન, દર્શન તથા ચારિક ત્રની સેવા તથા વિનયવડે તેમણે દશમું પદ આરાધ્યું. ઈચ્છા, મિચ્છા, આવશ્યક વગેરે દશ પ્રકારની સમાચારીને વિષે નિરતિચારપણે તેમણે અગીયારમું સ્થાનક તથા મૂલ અને ઉત્તર ગુણેમાં અતિચાર
૨૨