________________
દયા ઉપર મંત્રીદાસીની કથા.
૩૪૧
ક
ઈષ્ટ કરીશ. આથી રાણું સમજી કે ચક્ષ પતે બોલે છે. તેથી ભય પામી તેણે પશુઓને છેડી મૂક્યા અને યક્ષને નમી તે સ્વસ્થાને ગઈ. એમ પ્રતિદિન આવીને રાણી પક્ષને દુધથી હુવરાવતી, તેમ બીજા લોકો પણ આવતા, ત્યાં દાસી તે દુધ પી જતી. તેવામાં લોકો–“સર્વ દર્શનેને સંમત એવી જીવરક્ષા એ યક્ષે આચરી.” એમ પ્રમોદ પામતા બધા તેની પૂજામાં તત્પર થયા. ' હવે દૈવજ્ઞના વચને વ્યાકુળ થતી રાજપુત્રીને મંત્રીસુતા કહેવા લાગી કે–“હે સખી! સાંભળ, તને એક બુદ્ધિ બતાવું. એ કંકણ સર્વભક્ષી યક્ષને પહેરાવીએ, તે દાસત્વ-દુઃખ ન થાય. કારણ કે એ દેવતા છે.” એમ મંત્રીસુતાની વાણું કામલેખાએ માન્ય કરી, તે કંકણસહિત તેણીની સાથે યક્ષમંદિરે ગઈ, ત્યાં “આ કંકણ હવે યક્ષને સત્વર પહેરાવી દ્યો ” આ તેણીનું વચન સાંભળતાં દાસીએ જાણ્યું કે– બંને રાજાની અને પ્રધાનની પુત્રીઓ છે. હું એ કંકણ મારા પિતાને હાથે બાંધીશ” એમ વિચારી, અંદરમાં પોકળ એ યક્ષને હાથ યુકિતથી ભાંગી, ચક્ષની ભુજામાંથી પોતાના હાથને અગ્રભાગ તેણે બહાર કહાલ્યો. એટલે રાજપુત્રીએ પતે તેના હાથે કંકણ બાંધી દીધું. પછી “હે ચક્ષ! તમેજ અમારા સ્વામી થાઓ.” એમ કહી, તે સખી સહિત ચાલી ગઈ. ત્યારે ચક્ષને અગ્રહસ્ત દાસીએ તેજ પ્રમાણે જે દીધે. એવામાં બે વિદ્યાધર યક્ષમંદિરના દ્વારે આવી વિમાન બહાર મૂકી અને ચક્ષ પાસે તે આવ્યા. તેમાં એક બે -“હે મિત્ર કુંદ! તું જાણે છે કે નહિ, એ કંકણની વાત કેવી છે? ત્યારે બીજાએ કહ્યું-“હે રત્નાગદહું કશું જાણતું નથી. એટલે રત્નાંગદ કહેવા લાગે કે-“એ બંને કંકણું ધરણે કે સંતુષ્ટ થઈને વિદ્યાધર–પતિને આપેલ, તેને એવે પ્રભાવ છે કે જે પુરૂષ એ બંને કંકણ પહેરે તે દક્ષિણ અને ઉત્તર શ્રેણિનું વૈતાઢ્યનું રાજ્ય પામે, તેમજ એક