________________
૩૩૬
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
6
પ્રથમથીજ તે તજવા નીકળેલ, તેમાં તેમણે દીનતાથી પ્રાર્થીના કરતાં, તેણે તે પત્ર તેમના પ્રત્યે નાખી દીધુ. પછી તેમણે શ્રદ્ધાથી તે પત્ર સગર્ભાના ઉદરપર મૂકતાં, તે મૂર્છા તજી તરત ઉભી થઈ, ત્યાં અહા ! આ મહામ ંત્રના પ્રભાવ !” એમ બધાને વિસ્મય થયા. તે બ્ય ંતરી અંતર્ધ્યાન થઈ. તેવામાં સિદ્ધ ભાર્યાં તે જોઈ ચિતવવા લાગી કે અહા ! આ શું મહામત્ર છે કે જેના પ્રભાવથી આ મૃત પણ જીવતી થઈ ? માટે એ લેવા લાયક છે, તજવા લાયક નથી. ’ એમ સમજીને તેણે તે મ ંત્રપત્ર પાછું લીધુ. પછી ગ્રામપતિ–પટેલે પેાતાની પ્રિયા જીવતી થતાં સંતુષ્ટ થઈ, સિદ્ધભાર્યાંને સુવર્ણ આપ્યું, તેમજ તેણીના અન્ય બંધુઓએ પણ યથાશક્તિ તેણીને કાંચન આપતાં તે બહુ સુવર્ણ તથા મંત્રપત્ર લઈ, પાતાના ઘરે આવી. તેણે શ્રદ્ધાપૂર્વક તે પત્ર યથાસ્થાને મૂકયું અને બનેલ હકીકત સિદ્ધને કહી, તે પાતે ભક્તિથી તેને આરાધવા લાગી. સિદ્ધ પણ લીધેલ નિયમેને યથાશક્તિ પાળતાં, પાપ–પંકના શેાધનથી તેણે પેાતાના આત્માને નિમળ બનાબ્યા. પછી વર્ષાકાલ વીતતાં તે ગામમાં દેવ-દાનવથી પરવરેલા અને વસુધાપર વિહાર કરતા કેવળજ્ઞાની પધાર્યાં. એટલે સિદ્ધચાર અત્યંત ભાવનાસહિત ત્યાં ગયા અને પ્રણામ કરી યથાસ્થાને બેઠા. ત્યારે જ્ઞાની પોતે ખેલ્યા કે હું મહાત્મન્ સિદ્ધ ! તે જે શુદ્ધ નિયમ પાળ્યા છે, તેથી તું નિર્વાણુ—પદને પામીશ. ’ એ પ્રમાણે જ્ઞાનીની વાણી સાંભળતાં તરતજ તેના ઘાતિકમાં દૂર થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં દેવતાએ સુનિવેષ આપતાં તે સિદ્ધ કેવળી સમાન કનક–સિંહાસનપર બેઠા. તેવામાં નાની પાતે એય પમાડવા મેલ્યા કે આ સિદ્ધ નિયમે બરાબર પાળીને નિળ થયા. વળી અમારી વાણી સાંભળતાં એ કેવળ પામશે—એમ સમજી અમે અહીં આવ્યા અને એને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ પ્રમાણે