________________
૩૭૪
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
કાલમાં આરાયેલ ધર્મ સિદ્ધ ચારની જેમ ઇષ્ટ સુખ આપનાર થાય છે. તે હૃષ્ટાંત આ પ્રમાણે છે—
વૈભાર પર્વતપર એક સિદ્ધ નામે મહાન્ ચાર હતા. તે એકદા તરગિણી નગરીમાં નિર્ભય થઇ, ચારી કરવા ગયા. ત્યાં આમતેમ ફરતાં તે દેવ નામના વિણકના ઘરે પહોંચ્યા. ત્યારે પેાતાના પિતા પ્રત્યે કહેતા વણિકપુત્રને સાંભળ્યે કે— હું તાત ! અભાગ્યને લીધે ઉદ્યમ કરતાં પણ સંપદા તે મને ન મળી. વળી ગૃહ– કલહમાં પડતાં મારા જન્મ વૃથા જાય છે. અહીં કાઈ ધર્મગુરૂ પણ નથી કે જેમની પાસે ધર્મ સાંભળીએ. માટે તમે મને એવી બુદ્ધિ બતાવા કે જેથી આત્મા નિર્મળ થાય. ’ એમ પુત્રે પૂછતાં અને સિદ્ધ ચારે સાંભળતાં પિતા બાલ્યા કે— હે વત્સ ! સાંભળ—ગૃહસ્થાના વ્યવસાય આજીવિકા માટે હોય, તથાપિ તુ વર્ષાકાલમાં મહા–આરંભ કરતા નહિ. પરંતુ પુત્ર ! તું યથાશક્તિ અભિગ્રહ અને દેવ—પૂજાર્દિક સુકૃત્યા કરજે, કે જેથી આત્મા પાપ-મુક્ત થાય. ’ એટલે વણિકપુત્રે પિતા પાસે કેટલાક અભિગ્રહા લીધા. ત્યારે પેલે:સિદ્ધ ચાર વિચારવા લાગ્યા કે— અહા ! પુત્રના વિનય કેવા ? અને પિતાનુ પુત્ર પ્રત્યે વાત્સલ્ય કેટલું ? હા ! મને કુલપણાને ધિક્કાર કે મારા ઘરે માત, પિતા કે કેઈ હિત કહેનાર વૃદ્ધ પણ નથી. માટે એજ આદેશના હું સ્વીકાર કરી લઉં. એણે પુત્રને ભાવિહિત કહેલ છે. ’ એમ ધારી તે સિદ્ધે આવી, તેને ભક્તિથી પ્રણામ કરી કહ્યું કે—‘ તમારા ઉપદેશ મેં શિર નમાવી સ્વીકાર્યાં છે, પણ કાંઇક મને આલંબન બતાવા કે જેથી મન સ્થિર રહે.’ત્યારે તે વૃદ્ધે તેને પાંચ-નમસ્કાર હી સંભળાવ્યા, કે જે પુત્ર પર લખી સિદ્ધ પેાતાના સ્થાને ગયા, અને શ્રદ્ધાથી તેણે એવા અભિગ્રહ લીધા કે—‹ મારે વર્ષાકાલમાં પાપનું કામ ન કરવું અને નિત્ય એકાગ્ર મને સ્થિર આસને પંચ નમસ્કાર ગણવા. • એ પ્રમાણે