________________
ધર્મારાધન કરનાર સિદ્ધ્ચારની કથા.
૩૩૩
લાલ તજીને તે યક્ષ આગળ ધર્યાં, અને કહ્યું કે— હે સ્વામિન્ ! આ બધું સુવર્ણ તમે ગ્રહણ કરો. હવે હું આપની સાથે કદિ વચના કરવાના નથી.’ ત્યારે યક્ષ હસીને ખેલ્યા કે— હું મંત્રિન્ ! હવે પ્રાણીઓનાં મન આ થતાં શુભ કાલના સંભવ છે. આટલા દિવસ દુષ્ટ કાલ હતા, તેથી દુષ્ટ કાલાનુસારે પૃથ્વીપર સતા પણ અસત્યભાષી થયા. મારે એ સુવર્ણનુ શું કામ છે ? એ તા તુ જ લઇ લે. ’ એમ યક્ષે કહેતાં મંત્રી તે લઇને ઘરે ગયા. તે સુવણુથી શ્રીમાન્ બનેલ અને રાજપ્રસાદથી મસ્ત બનેલ મંત્રી, મેાક્ષસુખના દાતા જિનેશ્વરાની પણ અવગણના કરવા લાગ્યા. ભાવ વિના તે કેવળ પ્રસિદ્ધિ માટે જિનપૂજા અને ભાવના વિના જ કીર્ત્તિદાન આપતા, એમ કરતાં તેને કેવળ ધનનો વ્યય થયા, પણ પરભવની ઉન્નતિ માટે પુણ્યના વધારા જરાપણ ન થયા. એ રીતે ભાવના વિના વર્ણમંત્રી અનુક્રમે મરણ પામી, તે ક્રૂરાત્મા બ્યતામાં અલ્પશ્ચિક વ્યંતર થયા. ”
વર્ષાકાળમાં ધર્મારાધન કરનાર સિારની કથા.
મ ન એ કાષ્ઠની જેમ વક્ર હોય છે, તેને વિવિધ અભિગ્રહ–યંત્રથી અને તપના તાપથી હળવે હળવે ભાંગે નહિ તેમ સીધું કરવાનુ છે. વિવેકી જનેાએ સ્વલ્પ આરંભથી સદા મનના નિરોધ કરવા, તેમાં પણ શુભને ઇચ્છતા ભબ્યાએ વર્ષાકાળમાં જીવાકુળ સ્થાના વિશેષ હાવાથી વધારે ઉપયોગથી વત્તવાનું છે. તેમાં ન્યાયાપાર્જિત દ્રવ્યથી ધાર્મિક જનાએ આઠ માસ વ્યવસાય કરી, વર્ષોં