________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
તે રાજાને કહ્યું અને રાજાએ તેને એક લાખ સોનૈયા આપ્યા. તે લઈ અર્ધપથે આવતાં મંત્રીએ વિચાર કર્યો કે યક્ષ પાસે તે વચનને આડંબર બતાવ.” એમ ધારી તે પિતાને ઘરે ગયે.
પછી ફરી દીવાળી આવતાં, જોયેલ સ્વમ રાજા ભૂલી ગયો એટલે તેજ મંત્રીને તેણે આદરથી પૂછ્યું. ત્યારે તેણે સ્વમ કહેવાનું સ્વીકારી, પોતાના ઘરે આવતાં, સુતારને બોલાવી, તેણે તરત આદેશ કર્યો કે બહારના યક્ષને ચગ્ય એક મંદિર સત્વર તૈયાર કરે કે જે રમણીય અને ચોતરફ ગઢથી વેષ્ટિત હોય ! એમ આદેશ થતાં જ સુતાએ એક મટે યક્ષ પ્રાસાદ કે જે વિચિત્ર અને સુશોભિત બનાવ્યું. પછી નાગરિકોને બોલાવીને મંત્રીએ હુકમ કર્યો કે–પ્રભાતે બધા હર્ષથી બહારના યક્ષની અવશ્ય ઉજાણી યાત્રા કરજે.” એટલે શ્રીમંત કે શણગાર સજીને પ્રભાતે યક્ષ પાસે ગયા, ત્યાં મિષ્ટાન્ન જમી, વિવિધ પ્રકારે આનંદથી ખેલવા લાગ્યા. પછી મંત્રીએ પોતે આવી દુધ, વૃતાદિકથી યક્ષને સ્નાન કરાવી, ભારે સુગંધિ પુષ્પવડે પૂજા કરી, પૂર્વે કદિ સાંભળેલ કે જોવામાં ન આવેલ હોય તેવું અદ્ભુત સંગીત કરાવ્યું. આથી યક્ષને ભારે પ્રદ થયે. એમ નાટક ચાલતાં મંત્રીએ યક્ષ પાસે આવી જણાવ્યું કે હે યક્ષેશ ! મારા જે કઈ કૃતન નહિ હેય. હા ! લેભાંધ મેં તમારે જેવા સ્વામીને છેતર્યો, પણ શું કરું કે મારું કુટુંબ ખાઉકણ છે. અથવા તે તમારા જેવા સ્વામી માથે છતાં કુટુંબ સ્વેચ્છાએ સુખ ન ભેગવે, તો બીજે કયાં તે સુખી થાય? વધારે કહેવાથી શું? તમે સ્વામી અને હું અવિનયી છતાં તમારે દાસ છું. અમે તે ભક્ષણ કરવાના. પુત્ર-પિતાને એજ ક્રમ છે.” એ રીતે અમૃત સમાન મંત્રીની મીઠી વાણી સાંભળતાં, યક્ષે પ્રત્યક્ષ થઈ, સ્વપ્રને અર્થ તેને કહી સંભળાવ્યું. તે મંત્રીએ રાજાને સંભળાવતાં, રાજાએ તેને ચાર લાખ સેનૈયા આપ્યા, એટલે મંત્રીએ