________________
૩૩૦
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર
ત્યારે મંત્રીઓ અને ચૂડામણિશાસ્ત્રના જ્ઞાતાઓ શકુન, પ્રશ્ન અને હારાદિકવડે રાત દિવસ જેવા લાગ્યા, પણ કોઈ સ્વપ્ન જાણું ન શકયા. તેવામાં કેઈ મંત્રી સ્વપ્ન જાણવાને નગર–દેવની ભકિત કરવા લાગ્યું, છતાં કઈ પણ દેવે સ્વપ્નની વાત પ્રગટ કહી નહિં, જેથી મંત્રી નગરની બહાર એક યક્ષને જોઈ વિચારવા લાગ્યું કે
આ ચક્ષનું ભવન સર્વત્ર ભગ્ન છતાં અને મૂત્તિ આપાદમસ્તક કાકવિછાથી લિપ્ત છતાં અન્ય સ્થાન સુશોભિત છે તે અહીં વ્યંતર અવશ્ય હશે, માટે એને આરાધું કે જેથી મને સ્વપ્ન સંભળાવે.” એમ ધારી, પાણી લાવી, મંત્રીએ મલાદિક દેઈ, સ્નાન કરાવીને તેણે કણેરના પુષ્પવડે મૂત્તિની પૂજા કરી. પછી વિનયથી સામે આવી, તે યક્ષ પ્રત્યે કહેવા લાગે કે –“હે નાથ! મેં નગરના બધા દેવે જોયા, પણ કેઈથી કાંઈ ન થયું, એમ મને લાગ્યું, તે એમને એમ ચેરની જેમ જગતને બનાવી ખાય છે, પરંતુ તમે કાર્ય સાધી આપનાર સપ્રભાવી છે, એમ મેં જાણ્યું. તે હું તમને સાચા દેવ સમજી સ્વીકારું છું, તે હે સ્વામિનું! મારું કામ સાધે. મને રાજાનું સ્વમ કહે. રાજા જે કાંઈ આપશે, તેમાંનું અરધું હું તમને આપીશ.” એમ સાંભળતાં યક્ષે વિચાર કર્યો કે આટલા દિવસ થયા, મારી કેઈ ભક્તિ પણ કરતું નથી અને મને કઈ જાણતું પણ નથી. વળી “એનાથી પણ કાંઈ થયું નહિ” એમ બીજા પક્ષે મારી હાંસી કરશે અને તેથી મને દુઃખ થશે. આ મંત્રીએ આજે બધા દેને પૂછી જોયા, પણ કેઈએ કાંઈ કર્યું નહિ. તે અત્યારે દેવે મને પુણ્ય-શુભ અવસર આપે છે. મારા અંગે એ લેકેએ કઈવાર જળછંટકાવ પણ કર્યો નથી, પણ કેવળ ધૂળવિષ્ટાથી લિસ મારૂં શરીર–બિંબ તાડના પામે છે. અત્યારે આ મંત્રી મારે સ્નાક-સ્નાન કરાવનાર અને પૂજક બન્યું છે, તે એને યથાસ્થિત રાજવમ કહી સંભળાવું.” એમ અવધિથી જાણી તેણે