________________
ભાવના વિનાના વરૂણની કથા.
૩૨૯
ભાવના વિના ધર્મ નિષ્ફળ છે તે ઉપર વરૂણની કથા.
વના વિના પ્રાણી, દાન દેતાં, તપ આચરતાં, દેવ પૂજતાં કે સાધુને નમતાં પણ ફળ પામતા નથી.
લાવણ્ય વિના સ્ત્રી, તેજ વિના મણિ, તેમ ભાવ - 70 - વિના ધર્મ ચિત્રવત્ નિષ્ફળ છે. તે વરૂણને તે જ
રીતે નિષ્ફળ થયે તે વૃત્તાંત આ પ્રમાણે છે. ગંધર્વ નગરમાં વિજય નામે રાજા કે જેના પ્રચંડ બાહુદંડમાં પણ લક્ષ્મી સુખે વાસ કરતી હતી. તેના રાજ્યમાં એ ક્રમ હતું કે રાજા દીવાળીની રાતે ઉપવાસી થઈ ગત્રદેવીની મૂત્તિ આગળ સુવે તેને સ્વપ્નમાં કુળદેવી આગામી વર્ષનું શુભાશુભ કહે અને રાજા તે પ્રમાણે પ્રવર્તે. એમ વિજય રાજા પણ દરેક દીવાળીની રાત્રે દેવી આગળ સુતે અને સ્વપ્નમાં આગામી વર્ષની હકીકત જેતે. એકદા ગોત્રદેવીએ સ્વપ્નમાં તેને ભાવિ શુભાશુભ કહ્યું અને તે જાગ્રત થઈ, પ્રભાત-કૃત્ય કરી, જેટલામાં રાજસભામાં આવ્યા, તેટલામાં સ્વપ્નનું તેને વિસ્મરણ થઈ ગયું, એટલે આંખ મીંચી એકાગ્ર મનથી યાદ કરતાં પણ તે સ્વપ્ન સાંભર્યું નહિં. જેથી તે આકુળ થતે ચિંતવવા લાગે કે–અહા! આ વર્ષનું ભાવિ મને દેવીએ જણાવ્યું, પણ અભાગી હું તે અત્યારે ભૂલી ગયો. તે હવે મારી શી ગતિ થશે?” પછી રાજાએ પોતાના અમાત્યને પૂછયું કે –“મને ગેત્રદેવીએ કેવું સ્વપ્ન અને તેનું કેવા પ્રકારનું ફળ બતાવેલ?” તેઓ બોલ્યા- “હે સ્વામિન્ ! તમે જોયેલ સ્વપ્ન અમે કેમ જાણી શકીએ? એ તે જ્ઞાનગમ્ય છે, બુદ્ધિગમ્ય નથી.” એટલે રાજાએ સર્વત્ર દાંડી પીટાવીને જણાવ્યું કે- જે સ્વપ્ન અર્થ કહેશે, તેને રાજા એક લાખ સેનૈયા આપશે.”