________________
૩૧૮
શ્રી ચંદ્રપ્રભસ્વામી–રિત્ર.
શ્વેતાં તે અસ ંમત નાસ્તિક પણ ભારે ચમત્કાર પામ્યા તે સાધુપર તેને શ્રદ્ધા પ્રગટી. તપથી કાણુ રજિત ન થાય ? પછી અગ્નિ શાંત થતાં અસંમત તરત આવીને, ભૂતલ સુધી મસ્તક નમાવી સાધુને પગે પડયા અને તેમના પગે બાંધેલ દઢ સાંકળ પાતે છોડતાં તેને એવા વિચાર આવ્યા કે જેમ નદીના પૂરમાં એ મુનિના દેહ સખ્યા નહિ, તેમ અગ્નિએ લેશ ખળ્યા નહિ અને અન્ય પ્રાણીના વિઘ્ન દૂર થાય છે, તે પણ તપના પ્રભાવે અને છે. વળી આ લેાકમાં જે કાંઈ સુખા છે તે બધા તપવડે જ પ્રાપ્ત થાય છે. જેમણે તેવુ તપ કરેલ છે, તે સુખી અને સારા તેજસ્વી દેખાય છે અને તપ વિના દુઃખિત જણાય છે. આ ભવમાંજ તપ કરનાર પ્રતાપી જણાય છે તથા પૂર્વે તે આચરેલ હાય, તા પણ તેના પ્રભાવ અપૂર્વા હાય છે. માટે આત્મા છે અને તે સ્વકૃત તપનું ફળ પામે છે, તેમ જ ભવાંતરમાં તે પુણ્ય ભાગવે છે. વળી પુણ્યથી સ્વર્ગ તથા શાશ્વત સુખનુ સ્થાન જે મેાક્ષ તે પણ આત્માને સભવે છે. એ પ્રમાણે તે મહાત્માનું મન તત્ત્વમાં એવુ તા લીન થયું કે જેથી મેાક્ષની આડે આવનાર ઘાતિકના તરતજ નાશ થયા અને મોક્ષના પ્રતિહારરૂપ ઉજવળ કેવળજ્ઞાન ક્ષણવારમાં ઉત્પન્ન થયુ, કે જે અસ ંમતને પણ સ ંમત થયું. તે કેવળજ્ઞાનથી ચરાચર જગત પ્રગટ જોવા લાગ્યા. શાસન દેવીએ તેમને સાધુવેષ આપ્યા એટલે તરતજ દેવ, દાનવ, વ્યંતર અને મનુષ્યાથી વંદના પામતા, તેમણે ભળ્યામાઓને ધ દેશના આપી. એમ સત્ર પ્રતિષેાધ કરતાં અસંમત સાધુ પદ્માકરને દિવાકરની જેમ ભચૈાને વિકાસ પમાડતા તે વસુધાપર વિચરવા લાગ્યા.
***