________________
૩૨૬
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
શકું અને સંગમ-સુખ પામી શકાય. એમ સંકેત જણાવી, તે મિત્રને વિસર્જન કરી, ક્ષણભર ઉદ્યાનમાં રમી, તે તરત પોતાના
સ્થાને આવી. પછી એકદા તેણે કેઈસાથે કલહ કરી, કેઈ ન જાણે તેમ સંધ્યાએ તેણે કૂવામાં ઝંપાપાત કરતાં, સુરંગના પુરૂષાએ પડતાંજ તેને પકડી લીધી અને કુમારના ભવનમાં આવ્યું તેમજ રાજા પાસે બેઠેલ કુમારને તે હકીકત નિવેદન કરી.
એવામાં કુવામાં પડતી પિતાની પત્નીને જાણું, મંત્રીએ પુરૂષ પાસે શેધ કરાવી, પણ તેણીને પત્તો ન લાગે. એ વાત નગરમાં ફેલાતાં રાજાના જાણવામાં આવી એટલે સ્ત્રી હત્યા કરનાર સમજીને રાજાએ મંત્રીને નિગ્રહ કર્યો. તેનું સર્વસ્વ લુંટી, તેના આખા કુટુંબને રાજાએ વિડંબના પમાડે. તે જોતાં કુમાર મનમાં ચિંતવવા લાગ્યું કે–“અહા! રાજાને ધિક્કાર છે કે સ્ત્રી નિમિત્તના મારા અપરાધે એણે અજ્ઞાનતાથી નિરપરાધી મંત્રીને માર્યો. અરે! મને વારંવાર ધિકાર છે કે વ્યસની બની મેં વિલાસ માટે સ્ત્રીની યાચના કરી અને એ સ્ત્રીને પણ પણ ધિક્કાર છે કે જેણે કુવામાં પડવાને ઉપાય શોધી કહાડ. માટે હવે આ દુસ્તર ગૃહવાસમાં નજ રહેવું. સ્ત્રીરૂપ જાળમાં પડતાં મનુષ્ય મત્સ્યની જેમ કેણ બાધા પામતું નથી ? એમ ધારી તે સ્ત્રીને કહ્યા વિના તેને અને યૌવનરાજ્યને તજી, વૈરાગ્ય પામી, નગરથી ચાલી નીકળે. વનમાં એકલા જતાં તેણે ક્યાંક સુસાધુને જોતાં નમન કરી, વૈરાગ્યથી કેમળ મને પૂછ્યું કે “હે મહામુનિ! વ્યસનના ભારથી આક્રાંત થઈ, ભવસાગરમાં બૂડતા મને પરમાર્થના ઉપદેશથી પાર ઉતારે.” એમ કુમારે પ્રાર્થના કરતાં સાધુએ યતિધર્મ બતાવ્યું. એટલે કુમારે મુક્તિની દૂતી સમાન દીક્ષા અંગીકાર કરી અને ભારે ઉત્સાહથી સમ્યક તપ તપતાં, ત્રિવિધ શુદ્ધ બની તે કઈવાર ક્ષેમપુરમાં આવતાં, બહાર ઉદ્યાનમાં પ્રતિમાને રહ્યા.