________________
૩૨૪
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
તે ઉદ્યાનમાં આવેલ જિનમંદિર પાસે ગઈ, ત્યાં દાસીઓએ હાથને ટેકે આપતાં તે પાલખી થકી નીચે ઉતરી. તેને માનપુંજે જોઈને વિચાર કર્યો કે–અરે! આ તે મારી પ્રિયા. અહે! પુણ્યની લીલા કે જે દાસીમાત્ર છતાં આજ ભવમાં સ્નેહપાત્ર રાજપત્ની થઈ, અને હું એના સુખાસનને ઉપાડનાર બન્યું. તે હું હવે અહીં રહેતાં તે લજજા પામું, કારણ કે હું માનપુંજ-માનને ઢગલે છું, માટે પાલખી તજીને હું બીજે કયાંક ચાલ્યો જાઉં.' એમ ધારી તે વનમાં ગયો અને ત્યાં કેઈ સ્થળે તેણે એક મુનિને જોયા. એટલે મુનિને નમીને તેણે પૂછયું કે –“હે સ્વામિન્ ! ધર્મ કહે.” મુનિ બાલ્યા–“હે ભદ્ર! હિતાભિલાષીએ યથાશક્તિ તપ કરવું.” પછી મુનિ પાસે તે રેજ એકાશન કરી, રસનાને લુપ્ત તે હમેશાં ફળ ખાતે. એમ માયાતપ કરી, મરણ પામતાં તે કઈ નગરમાં નિર્ધન કુળને વિષે આપણે ઉત્પન્ન થશે. વળી અંગેપગે વ્યાધિથી પીડાતાં, જન્મથી જ દુગંછા પામતી તે મટી થઈ, તે પરઘરના નીચ કામે કરી, ભાગ્યહીન બની અનુક્રમે દુઃખ અને દુર્ભાગ્યના ભાજનરૂપ દુર્ગતિમાં ગઈ. ત્યાં પણ દારિદ્રયને લીધે ઘણું નીચ કામે કરી, આયુ ક્ષીણ થતાં તે મરણ પામીને ત્રીજી નરકે ગઈ. એ પ્રમાણે તપ વિના જીવ ઈષ્ટ સિદ્ધિ પામી શકતું નથી, તેમજ દુષ્કર્મને ઉછેદ પણ કરી શકતા નથી. માટે યથાશક્તિ તપ આદરે.”
———
–