________________
તપ નહિં કરવા ઉપર માનપુંજની કથા.
૩ર૩
પિતાના માણસે મેકલ્યા અને તે રમણને તરત લાવવાની આજ્ઞા કરી. આ વખતે સતત્ માંસાહાર કરતાં તે માનપુંજથી વિરક્ત બની હતી. તેને શુકે કહ્યું કે “હે ભદ્ર! હવે રાજરમણ થા. ચાલ, વજાપુરમાં કીર્તિરાજ તને પત્ની બનાવશે, ત્યાં સંસાર-સુખ ભેગવ અને ધર્મ, અર્થ તથા કામનું સેવન કર.” એમ શુકે વિશ્વાસ પમાડતાં, માનપુંજ વનમાં જતાં, તે શુક સાથે આવેલ પુરૂષો સાથે કીર્તાિરાજની પાસે ગઈ અને પુણ્યાગે તે સદાને માટે કીર્તાિરાજની વલ્લભા થઈ. એટલે તે ચિંતવવા લાગી કે—“આ બધું તપનું ફળ છે.” તેણે સાક્ષાત્ પ્રભાવ બતાવી, તપમાં પ્રેરણા કરતાં રાજલોક પણ યથાશક્તિ ચાતુર્માસિક તપ કરવા લાગ્યો. : - હવે અહીં દાસીથી નિયુક્ત થયેલ માનપુંજ માંસલુબ્ધ બની પતે એકલે વનમાં રહેવા લાગ્યું. એવામાં એકદા કંઠ સુધી માંસ ખાધેલ અને તે વખતે વર્ષાકાલ હેવાથી, શ્વાસ રૂંધાતાં તે પૃથ્વી પર પડયે, ત્યાં નદીમાં પાણીનું પૂર આવતાં તે તણા અને વાપુરની પાસે ક્યાંક કિનારે અટક. તેવામાં કીત્તિરાજના શિબિકા ઉપાડનારા કેટલાક લોકોએ ત્યાં નદીએ આવતાં તે માનપુંજને દીઠે અને દયા લાવી તેઓ પોતાના ઘરે લઈ ગયા, પછી ઔષધોપચાર કરતાં મહાકટે તેને સાજો કર્યો. એટલે તેમની કે પુત્રી પર આસકત થઈ, તે તેમને ઘેરજ રહેવા લાગ્યા. તેઓ કીર્તિ રાજની પાલખી ઉપડાવવા તેને લઈ જતા, વધેલ ભેજન આપતા અને વાસણ સાફ કરાવતા, તેની પુત્રીમાં સ્નિગ્ધ બનેલ તે મૂઢાત્મા બીજું પણ જે કાંઈ હલકું કામ હય, તે કરતે. એવામાં એકદા કીર્તિરાજ વન જેવા ચાલ્યા, ત્યારે માનપુંજને સુસ્વરવડે સુખાસન ઉપાડવા જેડ. તેમાં પૂર્વે જે દાસી તેની પ્રિયા હતી અને અત્યારે કીર્તિ રાજની જે વલ્લભા છે, તે કેમળ વસ્ત્ર પહેરીને સુખાસનમાં બેઠી. એટલે આગળ ગીત ગાતાં, તે ગીતવડે પેલી રાજરમણ સંતુષ્ટ થઈ, પછી