________________
૩૧૬
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
ચીને શું કરવું છે? કારણ કે બે હાથથી પ્રથમ તે નિસરણી લીધી, માટે એજ તારી થઈ તને હવે અહીં બીજું કાંઈ મળે તેમ નથી; પત્રમાં ચેખું એમજ જણાવેલ છે કે બે હાથથી જે લીધું, તેજ તેણે લઈ લેવું” એમ વૃદ્ધ બેલતાં પણ શ્રીકાંતાને લેવા ઈચ્છનાર મંત્રી ઉંચા નીચાં વચન કહેવા લાગ્યું, પણ રાજાએ પત્ર–પ્રમાણુ બતાવતાં, તેને અટકાવી દીધું. ત્યાં વૃદ્ધ રાજાને કહ્યું કે-હે
સ્વામિન્ ! પ્રધાને પ્રથમથી કહેલ કે જે હું લઈશ, તે બધા લેકના દેખતાં ઘરે લઈ જઈશ. માટે હાથે લીધેલ નિસરણું એ પિતાને ઘેર લઈ જાય.” જેથી ન્યાયી રાજાએ બલાત્કારે મંત્રીના હાથે નિસરણી ઉપડાવી, તેને ઘરભેગે કર્યો. આ વખતે કુમારે રાજાને ભારે સત્કાર કરી તેને ભેટ આપી, વિસર્જન કર્યું, એટલે રાજા તેમજ નગરજને પોતપોતાના સ્થાને ગયા. વળી કુમારે વૃદ્ધનું ભારે સન્માન કરતાં, તેને બહુ કીંમતી ચીજો આપી વિસર્જન કર્યો. એ વૃત્તાંતથી શ્રીકાંતાને લાગ્યું કે આ બધું મારૂં છિદ્ર પ્રગટ થયું. એમ ધારી, નિર્દય તેણે ઈષ્ય ધરતાં, કુમારને વિષ દઈ મારી નાખ્યું અને દુરશીલા તે સચિવમાં આસકત બની. એમ દુશીલતા તથા પતિને મારવાના પાપથી શ્રીકાંતા આ ભવમાં દુઃખ પામી અને પરભવે તે નરકે ગઈ. માટે શાશ્વત સુખને ઈચ્છતા વિદ્વાને આ લેકમાં જેનાથી સતત નિંદા થાય, તેવા દેશીલ્યને ત્યાગ કરે જઈએ.”