________________
૩૧૮
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. એવામાં ધરણે જે તે બાળકને જોતાં અને તેના પૂર્વભવને વૃતાંત આ પ્રમાણે તેણે જાણ્ય-પૂર્વભવમાં એ કઈ વણિકને પુત્ર હતે દેવગે તેની માતા બાળપણેજ મરણ પામી. તેની ઓરમાન માતા હતી, તે એ બાળકને ભેજનાદિકમાં બહુ સતાવતી અને અલ્પ અપરાધ છતાં ભારે કોધ બતાવતી, એમ અનુકમે તે વન પામ્ય અને વિમાતાનું અપમાન અને દુર્વચન જાણું, તેણે કઈ મિત્રને એ હકીક્ત નિવેદન કરી. ત્યારે તેણે કહ્યું કે –“પૂર્વભવે જે સમ્યક તપ કરેલ હોય, તે આત્મા કેઈથી પણ પરાભવ ન જ પામે, એ વાત સત્યજ છે.” એમ સાંભળતાં વિનીતવચની થઈ, તે યથાશકિત તપ કરવા લાગે અને માનાપમાન તજી, પિતે તપમાંજ લીન બન્યું. એકદા તૃણની ઝુંપમાં પંચપરમેષ્ઠીને સંભારતાં તેણે નિયમ લીધે કે પર્યુષણ પર્વના દિવસે હું અવશ્ય અષ્ટમ–તપ કરીશ.” એમ ધારીને તે બેઠે. તેવામાં વાયુના
ગે કયાંક અગ્નિ જાગ્યો અને પવનના જોરથી તરત તે વિસ્તાર પામે. તેવામાં વિમાતા વિચારવા લાગી કે–અત્યારે એ શક્યપુત્રને મારવાને ઠીક ઉપાય હાથ લાગે છે. આ આગમાંથી અગ્નિ લઈ, એના તૃણુ–ગૃહમાં નાખું કે જેથી તે બળી જાય. એ તે મને એક શલ્યરૂપ જ છે.” એમ નિશ્ચય કરી, તેણે તૃણ-ગૃહમાં અગ્નિ નાખે. એટલે તે બાળક તપમાં લીન રહેતાં ક્ષણવારમાં બળી મુઓ. તે તપ–ધ્યાનમાં એક ચિત્ત હેવાથી, અગ્નિની વ્યથા ને અવગણ, મરણ પામી, શ્રીકાંત અપુત્રીયાને તે પુત્ર થયે છે. પૂર્વને સંસ્કારથી પર્યુષણ પર્વનો ઉત્સવ સાંભળતાં એ બાળકે પિતાની પૂર્વ પ્રતિજ્ઞાને લઈને અત્યારે અઠ્ઠમ તપ કર્યો છે. મૂર્શિત થતાં તેને મૃત સમાન સમજી સંબંધીઓએ જમીનમાં દાટયો છે, તે એ મરણ ન પામે, તેટલામાં હું તેને જીવાડું” એમ વિચારી ધરબેંકે પિતાની શકિતથી જમીનમાં દાટેલ તે બાળકની એવી રીતે