________________
તપ ઉપર નાગકેતુની કથા.
૩૧૯
રક્ષા કરી કે તે મરણ ન પામે. એવામાં તે બાળકને પિતા શ્રીકાંત પુત્રના મરણથી હૃદય ફુટતાં તે તરત જ મરણ પામ્યા. ત્યારે વિજયસેન રાજાએ શેઠને મરણ પામેલ જાણી, અપુત્રી મરણ પામતાં તેનું બધું લઈ લેવાને પિતાનાં પુરૂષને મેકલ્યા તે ક્રૂર
પુરૂષોએ શ્રીકાંતના ઘરમાનું તમામ ધન લેતાં ધરણે કે પુરૂષના વિષે તેમને અટકાવ્યા. જ્યારે તેમણે રાજાને નિવેદન કરતાં રાજાએ પતે સત્વર આવી, ધરણંદ્રને કહ્યું– અરે ! તું મારા પુરૂષને ધન લેતાં કેમ અટકાવે છે?” તે બે —“હે રાજન! આ નિર્બળ સ્ત્રીનું ધન લેતાં તું ખરેખર દયાહીન લાગે છે.” રાજાએ કહ્યું—“હે મહા ભાગ ! અહીં એ દેશાચાર છે, કે અપુત્રી મરણ પામે, તેનું ધન રાજા લઈ લે. ધરણેન્દ્ર બે -અરે! એને તે પુત્ર જીવતે છે? રાજાએ કહ્યું તે કયાં છે?” તેણે જણાવ્યું– રત્નની જેમ તે જમીનમાં દાટેલ છે. પછી રાજાએ તે જમીન ખોદાવતાં બાળક જીવતે અને તે હતું. ત્યાં શ્રીસખી એ આશીર્વાદ આપતાં તેને ધવરાવ્યું. ત્યારે તે બાળકને ધરણે ધારણ કરી, તેની પૂર્વ કથા રાજાને જણાવી, બાળકને એક હાર પહેરાવિને તે અંતર્ધાન થયું. તે કથા સાંભળતાં રાજા વિરમય પામે. પછી “આ બાળકને તમે બહુ સંભાળથી પાળજે, એમ કહી રાજા સ્વસ્થાને ગયે. એવામાં સ્વજનેએ શ્રીકાંતનું શીધ્ર મૃતકાર્ય કર્યું અને ભારે આશિષપૂર્વક તે બાલકનું નાગકેતુ એવું નામ રાખ્યું. તે બાળક છતાં મહિનાની પાંચ તિથિએ ઉપવાસ કરતે માતાના પર્વે છઠ્ઠ અને પજુસણના પર્વે અઠ્ઠમ કરતે. એમ સદા તપ કરતાં જિતેંદ્રિય નાગકેતુ યૌવન પામ્યા છતાં કામવિકારને તાણે ન થયે. તે જિનેંદ્રપૂજા, સાવદ્યત્યાગમાં તત્પર રહી, સામાયિક, પિષધાદિ વ્રત સદા પાળવા લાગે.
એવામાં એકદા વિજયસેન રાજાએ કઈ પુરૂષને ચેરના