________________
શીલના નાશ ઉપર શ્રીકાંતાની કથા.
૩૧૫
'
9
મણુને વિસારી દીધી, જેથી હું સાક્ષાત વિપરીત ફળ પામ્યા.’ હવે અત્યારે જ તે વૃદ્ધને ખેાલાવી, સલાહ લઉં કે જેથી મત્રી છળથી મારી સ્ત્રીને ઉપાડી ન જાય.’ એમ ધારી, પેાતાના એક નાકરને મેાકલીને તે વૃદ્ધને તરત મેલાવી, તેણે મંત્રીના વૃત્તાંત કહી સંભળાવ્યેા. એટલે વૃદ્ધે તે કામ પેાતાને માથે લેતાં જણાવ્યુ કે— તુ કોઇ રીતે ભય પામીશ નહિ ’આથી કુમારનું મન સ્વસ્થ થયું. શ્રીમાન રક્ષક હાય ત્યાં ભય કેવા ? મંત્રીએ ઉત્સુક થઈને કહ્યું કે—‹ હું રાજન્ ! હવે વિલંબ શાને કરી છે ? ’ ત્યારે રાજાએ કુમારને કહ્યું કે—‘ તમે ઉતાવળ કરા.’ ત્યાં વૃદ્ધે નિવેદન કર્યું કે જેવી . આપ સ્વામીની આજ્ઞા.’ એમ તેણે એલતાં, બધા સંગાથે આવતા મંત્રીને વૃદ્ધે જણાવ્યું કે— જે તમને રૂચે, તે લ્યા.’ એટલે નગરજના અને રાજાને સાથે લઇ, શ્રીકાંતાના અભિલાષી મંત્રી કુમારના ઘરે આવ્યેા. તેને આવેલ જાણી શ્રીકાંતા હ પામી, જેથી તેના મનાભાવને જાણી, વૃદ્ધે શ્રીકાંતાને કહ્યું કે— હું વસે ! તારા બાળક રેાવે છે, માટે તેને લઈને તમે ઉપર માળપર જા, ત્યાં ઘેાડીવાર બેસી રહેજો કે જેટલામાં રાજા ચાલ્યા જાય.’ કુમારે પણ એ પ્રમાણે કહેતાં શ્રીકાંતા મેડીપર ગઈ. તેવામાં બુદ્ધિશાળીવૃદ્ધે નિસરણી અન્યત્ર મૂકી દીધી, પછી લોકો અને રાજાના બેસતાં કુમારે પેાતાના ઘરમાંની બધી વસ્તુ બતાવતાં, મંત્રીએ તેમાંનુ ં કશુ ન લીધુ. તે તે ભ્રાંત દૃષ્ટિએ માત્ર શ્રીકાંતાની તપાસ કરતા, પરંતુ આગળ મૂકવામાં આવેલ રત્ન સુવર્ણાદિને તે જોવાને પણ ઇચ્છતા નહિ. તેવામાં કઇ રીતે શ્રીકાંતાને મેડીપર બેઠેલ જાણી મંત્રીએ રાજાને કહ્યું— નીચેની વસ્તુ બધી જોઇ, હવે મેડી ઉપરની વસ્તુઓ જોવાની છે.' એમ કહેતાં, શ્રીકાંતાને ગ્રહણ કરવાના ઉમંગથી તેણે બે હાથમાં નિસરણી લેતાં મંત્રી ઉપર ચડવા જતા હતા, ત્યાં વૃદ્ધે જણાવ્યું કે— હું મત્રિન ! હવે ઉપર