________________
શીલના નાશ ઉપર શ્રીકાંતાની કથા.
૩૧૩
· એ તા ચાકરી કે જેને માતા કહેવામાં આવતી, તે મરી ગઇ. એવામાં તેની માતાએ જાગ્રત થતાં આવીને મેટેથી તેને આશિષ આપતાં, બાહથી આશ્લેષ આપીને તેને પેાતાના ખેાળામાં બેસાર્યા કુમાર પણ પેાતાની માતાને જોતાં પરમ પ્રમાદ પામ્યા. ત્યાં કેઈએ આવીને કહ્યું કે— તમે ગયા પાછળ બધું કરીયાણું અલાત્કારથી ચારા લઇ ગયા. તેમાંથી કંઇક બાકી રહ્યું, તે લ્યા.’ એમ કહી, તે પુરૂષ કુમારને શેષ વસ્તુ આપતાં, કુમારને વિચાર આવ્યો કે - અહા ! કષ્ટથી મેળવેલ બધી વસ્તુ ચારાઇ ગઇ.’ એમ ધારી તેણે પૂર્વકર્માની પ્રબળતા માની લીધી, અને પેલા પુરૂષે લાવેલ વસ્તુ તેણે શ્રીકાંતાને આપી. પછી પ્રહારના ઘા કઇંક રૂઝાતાં રાજા પાસે જવાની કુમારને ઉત્કંઠા થઇ. એટલે કઈક લઇને તે રાજસભામાં ગયા અને ત્યાં રાજાને પ્રણામ કરી, ઉચિત સ્થાને બેઠા. ત્યારે રાજાએ પૂછતાં તેણે પોતાના પરદેશના વૃત્તાંત કહી સંભળાવ્યેા. રાજાએ ફરી પૂછ્યું' કે—‹ તમે કાંઈ કૌતુક જોયુ હાય, તે કહેા.’ કુમાર બેલયા - હે નાથ ! એક કૌતુક મેં જોયુ તે એ કે દ્રાક્ષમીજ વાવતાં તરત ઉગે અને તત્કાલ તે ફળે છે.’ તેવામાં કૂટપ્રપંચ નામે મત્રી કે જે કુમારની સ્ત્રીના પ્રેમમાં લુબ્ધ હતા, તે નિત્ય તેણીની પાસે જતા અને વિલાસ કરતા, તેણે વિચાર કર્યા કે— આ કુમારને જીતી, તેની સ્ત્રીને લઇ લઉં, તા મહુજ સારૂ થાય.’ એવા દુષ્ટ અભિપ્રાયથી તે ખેલી ઉઠચેા કે— હે રાજન ! એ વણિક મિથ્યા ખેલે છે. એવું કયાં પણ બન્યુ છે કે બીજ વાવતાં તરત ઉગે, વિસ્તાર પામે ફુલે અને ફળે.’ ત્યારે રાજાએ જણાવ્યું કે—‘ હું કુમાર! તુ કહે છે, તે નજરે જોયું છે કે સાંભળ્યું છે ? ’ તે એલ્યા— હું ભૂપતિ ! મેં તે જોયું અને અનુભવ્યું છે. તે ખીને વાવી માર્ગમાં મે' ફળ ખાધાં છે અને તેની વિસ્તૃત છાયામાં હુ સુતા છું તે બીજો હું સાથે લાગ્યે છું અને ઘરે મૂકેલાં છે. હું તેમને સાક્ષાત્
6
"