________________
શીલવત ઉપર પ્રધાનપુત્રીની કથા.
૩૦૯
સુધી તે ખારણે એસી રહ્યો. પછી તેણે તે શેઠ પાસેથી મકાનનુ તળીયું વેચાતું લીધું, અને તરતજ ગાડાં ભરી, ત્યાં રહેવાની તેણે બધી સામગ્રી તૈયાર કરાવી. પછી તે દેવકુળમાંથી મત્રીસુતાને લઇ આબ્યા. એમ કામની વ્યગ્રતાથી તે પ્રથમ કરતાં અધ શ્લાકા અનાવી શકયા અને તે પણ ખેલતાં સ્ખલના પામતા અને અલકારાદિકવડે તે દૂષિત હતા. એટલે પ્રધાને જણાવ્યુ કે હું પંડિતજી તમે અડધા શ્લોકો કૃષિત ક્થા.” એમ કહી તેણે તેને અડધા સાનૈયા આપ્યા. આથી લજ્જાથી સભામાં સાચાતા તે શ્વાનની જેમ ચાલ્યા ગયા અને ઘરે બહુ ખેદ પામ્યા. ત્યાં ઘરનું કામ તેા કરવાનું કે કરાવવાનું તે હતું જ. તે પ્રભાતે વ્હેલે ઉઠી, નાકરાને મેલાવવા જતા, પાતે ત્યાં બેસતાં તેમની પાસે રાજ કામ કરાવતા. વળી ઘરમાં ખપતી ચીજો તે મંત્રીશ્વરની પુત્રી વાર ંવાર પંડિત પાસે મ ંગાવતી, જેથી તે અત્યંત કંટાળી ગયા. આથી શ્લાક બનાવવાની તેની શકિત ક્ષીણ થતાં આછા આછા શ્ર્લાક અનાવી તે રાજસભામાં આવતા અને ત્યાં ક્ષુદ્ર જનેથી પણ હાંસી પામતા. એટલે જ્યાં સન્માન પામતા, ત્યાં પોતાના તિરસ્કાર જોતાં તેને અતિખેદ થયા. હીલના પામતાં પણ શ્વાનની જેમ જે લુબ્ધ રહે, તે લેાભી અને અધમ પુરૂષ જાણવા. અને વળી ગૃહ-વ્યવહારમાં નિમગ્ન થતાં પુરૂષની શાસ્ત્રબુદ્ધિ નષ્ટ થાય છે. વિદ્વાનાની એ જ મૂડી છે, તેના નાશ થતાં ગુજરાન કેમ ચાલે ?
એવામાં એકદા ખિન્ન થયેલ તે પ ંડિત, અપમાનના વિચાર કરી, ભાર્યા તજી, · જે ભાગે તે જીવે, એમ ચિંતવીને તે પલાયન કરી ગયા. ત્યારે મંત્રિસુતાએ કવિનુ પલાયન જાણી, મંત્રીને જણાવ્યું. મંત્રી તેણીને પેાતાને ઘેર લઇ આવ્યા. પછી પ્રથમના દિવસથી તે પંડિતને કંચન અપાયુ હતુ, તે બધુ તેણીએ પ્રધાનને આપતાં, તે બહુજ આનંદ પામ્યા. તેવામાં એક દિવસે પ્રધાને