________________
શીલવ્રત ઉપર પ્રધાનપુત્રીની કથા.
૩૦૭
?
"
સદાકાળ સાનાનું દાન દેતાં તે મેરૂપર્વત પણ ખલાસ થઈ જાય, તે રાજાના ભંડાર શા હિસાબમાં ? હવે જો હું રાજાને અટકાવુ તે એનુ દિલ ાય અને નહિ તે લક્ષ્મી જાય છે. રાજા આપે, ત્યાં સુધી પડિત લેતાં અટકે તેમ નથી.’ આવી ચિંતાના શલ્યથી સચિવ ખાતે નહિં, સુતા નહિ અને એજ વિચારમાં તે વ્યાકુળ થવા લાગ્યા. એવામાં એકદા તે પેાતાના ઘરે આસને બેસી એજ ચિંતામાં ચકચૂર છે, પાતે જમતા નથી અને માત્ર ભૂમિ પ્રત્યે જ જોઈ રહેલ છે, ત્યાં તેની નાની પુત્રી, મંત્રીના ખેાળામાં બેસી, બે હાથે તેની દાઢી પકડતાં તે અમાત્યને કહેવા લાગી કે - હે તાત ! તમારા હૃદયમાં દુઃખ પેદા કરનાર શી ચિંતા છે ? શું રાજા કાપાયમાન થયા છે કે અન્ય કાઈ દુઃસાધ્ય કામ માથે આવી પડ્યુ છે?’ પ્રધાને જરા હસીને કહ્યું કે— જો અસાધ્ય શત્રુ હાય, તો તું શું કરે ?’ તે ખેાલી... હું તાત ! હું તેને સાધવાની બુધ્ધિ આપુ.’ એમ સાંભળતાં પ્રધાને વિચાર કર્યો કે— એ બાળક છતાં, એની બુદ્ધિ અપૂર્ણાં છે; અને લઘુ સ્ત્રીની પ્રાયે તાત્કાલિક બુદ્ધિ વિશેષથી હોય છે.’ એમ ધારી સચિવે પુત્રીને કહ્યું કે... હે વત્સે ! પેલે પંડિત સુવર્ણ વૃથા લઇ જાય છે.’ એમ તે વૃત્તાંત સંભળાવતાં, પુત્રી એલી કે—‹ હે તાત ! તમે ચિંતા તજીને ભાજન કરો. એ સાધ્ય છે કે અસાધ્ય, તે હું તમને પછીથી કહી બતાવીશ. ’ ત્યારે અમાત્યે કહ્યું— હે પુત્રી ! જો તુ તે મને સાધન—બુદ્ધિ બતાવીશ, તે પછીજ તું ભાજન કરીશ, નહિ તેા ભાજન લેવાના નથી. ’ કન્યા ખેલી— હું તાત ! તમે લજ્જાથી સ્વમુખ ઢાંકી, મને ખાટી રીતે તે પડિત સાથે પરણાવા. પછી હુ એવા ઉપાય કરીશ કે તે કઈંક આછુ લેતાં છેવટે નવું નહિ લે અને પૂર્વ લીધેલ હશે, તે સુવણુ મૂકીને ભાગી જશે, તથા હું અહીં રહીશ.’ તેણે એમ કહેતાં, મત્રીએ પ્રમાદ પામી, પુત્રી
6
: