________________
શીલવ્રત ઉપર પ્રધાનપુત્રીની કથા.
૩૦૫
પણ
ઔષધ આપવાની ભાવના હાવી જોઈએ, તેા પ્લાન સાધુ પ્રત્યે તે અવશ્ય જોઈએ, છતાં ધનદને દાનબુદ્ધિ ન આવી. પછી સાધુ તે પાછા ચાલ્યા ગયા. ધનદ તા કદાપિ કીર્તિદાન કે ધમ-દાનમાં પણ ધન વાપરતા ન હતા. પાપે ધન સંચય કરી, ધનઃ મરણ પામતાં તે તુ' કુર્ગ થયા છે. ’ એ પ્રમાણે સાંભળતાં કુરંગ દરિદ્રી વિચારવા લાગ્યા કે— અહા! મને ધિક્કાર છે કે છતી શકિતએ મે દાન ન દીધું, તે વિના આ ભવે હું લેશ પણ સુખ પામ્યા નહિ. આ જીવિકારહિત થઇ, બધે દીન અને હીનપણે ભમ્યા કરૂં છું પૂર્વે જો મેં દાન દીધું હાત, તે આ ભવમાં ધન પામત, પણ તેમ તે મેં કર્યું" જ નથી, જેથી અત્યારે ધન પામ્યા, તેા હવે હું દાન– ધર્મી શાથી કરૂ ? માટે હું વ્રત જ લઈ લઉં કે જેથી દુષ્કર્મના અંત આવે.” એમ ધારી, સયમ લઇને, તે સુખદાયક તપ આચરવા લાગ્યા.
""
શીલવ્રત ઉપર અમાત્ય સુતાની કથા.
શી
—(:)—
લમંત્ર તે સ્વ-પરને સર્વ પ્રકારે રક્ષણ કરવામાં તથા આત્માના કર્મ-કાષ્ઠને ખાળવામાં અગ્નિ સમાન છે. શીલવતપર અમાત્યસુતાની કથા આ પ્રમાણે છે—
રાજગૃહ નામે નગર કે જે ધર્મ, ન્યાય અને લક્ષ્મીનુ સ્થાન તથા જિનચૈત્ય અને સાધુઓથી સુશાભિત છે. ત્યાં શત્રુઓની પત્ર-પલ્લિવડે પેાતાની અસિધેનુને પુષ્ટ કરનાર તથા અધા રાજા
२०