________________
૩૧૦
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
C
પુત્રીને સત્ય વિવાહ માટે આગ્રહ કરતાં, તે ખેાલી કે હું તાત ! મારે ફરી વિવાહન હાય. મારે તા હવે એક તીર્થંકર જ સ્વામી છે અને સુવર્ણના અલંકારો કરતાં શીલભૂષણ શ્રેષ્ઠ છે.’ એ પ્રમાણે યુકિતયુકત વચનાથી પેાતાના પિતાને સમજાવીને તે શીળ પાળવા લાગી અને તપ તથા સ્વાધ્યાયથી શરીર શૈાષવા લાગી.
C
7
:
એકદા તે નગરના રાજપુત્રાએ ચપલતાથી પાદર દેવતાનાં વનવૃક્ષેા મૂળથી ઉખેડી નાખ્યાં. તે નેતાં કાપથી જાજવલ્યમાન થતી દેવીએ તૃણને દાવાનલની જેમ તે અપરાધી રાજપુત્રાને તરતજ ભસ્મીભૂત કરી નાખ્યા, તથા તેમના અપરાધથી તફાન, વૃષ્ટિ અને સતત પત્થર નાખતાં તે નગરને ઉપદ્રવ કરવા લાગી. ત્યારે રાજા અને લાકોએ તેની નિત્ય સારી રીતે પૂજા કર્યા છતાં તે ઉપદ્રવે કરતાં અટકી નહિ. તેવામાં એક વખતે પ્રધાનને ચિંતાતુર જોઇ, તે કહેવા લાગી કે— હું તાત ! ફરી તમને શી ચિતા લાગી છે ? તે મેલ્યા હે વત્સે ! શું તને ખબર નથી પાદર દેવતા કુપિત થઇને નગરમાં ઉપદ્રવ કરે છે. તેને શાંત પાડવાના ઉપાય હાથ લાગતા નથી, એજ માટી ચિંતા છે. તા હે વત્સે ! તું શીલવતી છે, માટે તારા પ્રભાવથી તે શાંત થશે. તે લેાકેાને તેથી બચાવવાની દયા કર.’ એમ પિતાના ઉપરાધથી તેણે દેવતાને ઉદ્દેશીને તપ પૂર્ણાંક કાચેત્સ કર્યાં એટલે લેહચુંબકવડે લેાહની જેમ તેના શીલ–ધ્યાનના પ્રભાવથી આકર્ષાયેલ દેવતા આકાશમાં રહી મત્રિ સુતા પ્રત્યે અ ંજલિ જોડીને બધા લેાક સમક્ષ કહેવા લાગી કે— • હું પ્રધાનપુત્રી ! કહે, શું કરું ? ’ તે ખેલી— લેાકાને કદિ ઉપદ્રવ કરીશ નહિ.’ એમ મંત્રીસુતાનુ વચન ગૌરવસહિત માથે ચડાવી, લેાકેાને અભય આપતાં તે દેવી પેાતાના સ્થાને ગઈ. એ પ્રમાણે શુદ્ધ શીલ પાળી, આયુષ્ય પૂર્ણ થતાં શીલના પ્રભાવથી દુષ્ક દુગ્ધ કરી, ત્રિસુતા વગે ગઇ. એ રીતે સ્વ-પરને સુખકારી
'