________________
૩૦૮
શ્રીચંદ્રપ્રભ સ્વામી—ચરિત્ર.
2
6
સાથે ભેાજન કર્યું. પછી બીજે દિવસે બધા નિમિત્તીયા સાથે સ ંકેત કરી, મ ંત્રી તરત રાજસભામાં ગયા, ત્યાં રાજાને નમીને તે ચથાસ્થાને બેઠા. તેવામાં જાણે પેાતાના અભાગ્યથી આકર્ષાયા હાય તેમ તે પડિત આબ્યા અને તેટલા જ શ્લાકો ખેલીને તે રાજાના અર્ધાસને બેઠા.:ત્યારે સંતુષ્ટ થયેલ રાજાએ મ`ત્રીના મુખ સામે જોયુ. જ્યારે મંત્રી અંજલિ જોડી સર્વ સભા સમક્ષ કહેવા લાગ્યા કે—‘ હે નાથ ! એ પ’ડિત અમૂલ્ય શ્લોક બનાવે છે, જેથી હુ રજિત થઇ, મારી પુત્રી એને પરણાવુ, જો આપની અનુજ્ઞા ‘હાય, તા એ કામ યુકત છે.’ રાજા મેલ્યા— ડે સચિવ ! તમે ચિત વાત કરી છે. તારી પુત્રી વિદુષી છે અને આ પંડિત છે તે એ કામ બહુજ યુકત છે.' પછી પ્રધાને બધા જ્યાતિષીઆને પૂછતાં, તેમણે ગોધૂલિક લગ્ન આપ્યુ, એટલે પ્રધાને તેજ વખતે પંડિતને પેાતાની પુત્રી પરણાવી દીધી, અને હાથ જોડી જણાવ્યું કે— હું વિદ્વન્ ! આ તારી પ્રિયા છે, એને લઇ, તમે સુખે તમારે ઘેર જાઆ.’ જેથી સાક્ષાત્ ચિંતા સમાન તેણીને સાથે લઇ, જાણે નમવા જતા હાય, તેમ તરત કાઇ દેવકુલમાં ગયા. ત્યાં દેવને નમી, મંત્રિસુતા મેાલી— હવે સત્વર ઘરે ચાલેા.' તે શરમાઇને બાલ્યા— આ શિવાય અન્ય મારૂ ઘર નથી. ’ ત્યારે તે કાપ અતાવી ખેાલી— અરે ! ઘર વિના તમે જમે છે। કયાં? તમે રાજ એકસો આઠ સેાનૈયા લાવે છે અને રહેવાને માટે તે ઘર પણ નથી. હું આ નટ–વિટના સ્થાનમાં રહેવાની નથી. મને તે બે મજલાનુ મકાન જોઇએ. માટે શીઘ્ર તૈયાર કરાવા.’પંડિત માલ્યા— આ વખતે એક ક્ષણવારમાં કાંઇ ઘર ઉભું ન થાય. માટે આજની રાત . અહીં રહેા, સવારે સારા મકાનની સગવડ કરીશુ’.’ એમ તેને સમજાવીને તે રાત્રે ચિ'તા કરતા ત્યાં રહ્યો, અને અર્ધરાત્રે ઉઠી તે એક શેઠને ઘરે.ગયા. ત્યાં શેઠ જાગ્યા, ત્યાં
"