________________
૩૦૬
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
આમાં મુગટ સમાન એવા ચદ્રશેખર નામે રાજા હતા. તેને નીતિની રીતિને જાણનાર, પૃથ્વી—પાષક, સ્વામીભકત; સમ તથા ધાર્મિક એવા વસુ નામે પ્રધાન હતા. રાજા પણ અનેક શાસ્ત્રોના જ્ઞાતા, વિદ્વાનાની સભામાં બેસનાર તથા નવીન કાવ્ય–કર્તાઓને અત્યંત સન્માન આપનાર હતા. હવે તેની કીર્ત્તિ સાંભળતાં, અપ્રતિમ પ્રતિભાશાળી એક અંતર્વેદી પડિત ત્યાં આવી ચડયા. તે જે કાંઇ કાવ્ય ખેલતા, તે વિદ્વાનાને લજજા પમાડનાર તથા ફુંફાડા મારતા ભુજંગની જેમ તે પદ્મા કાઇ ધારી શકતા નહિ. તેવામાં દેશાંતરથી આવેલ તે પડિત જાણવામાં આવતાં રાજાએ તેને એલાબ્યા. વિદ્યા રત્નના કાણુ અથી ન મને ? એટલે પેાતાને પડિત માનનાર તે સુન્ન રાજસભામાં ગયા . અને એક સે આઠ શ્લેાકાથી તેણે રાજાનુ વર્ણન કર્યું. છંદ, અલકારના દોષ જાણુનારા જેને દૂષિત ન કરી શકે તેવા શ્લાકે સાંભળતાં રાજાએ તેને પેાતાના અર્ધાસને બેસાર્યાં, અને કહ્યું કે— આ દાઢીવાળી સાક્ષાત્ સરસ્વતી કયાંથી ? ’ તે ખેલ્યા— હું રાજન્ !: હું મધ્ય દેશથી તમારૂં દર્શન કરવા આવેલ છુ” તેની તાર્કિક વાણી સાંભળતાં અન્ય પડિતા, સંગ્રામમાં વાજિંત્ર સાંભળતા કાયરની જેમ સ કાચાઇ ગયા. પછી રાજાએ ભારે હર્ષોં પામી જેટલા શ્લાક હતા, તેટલી સેાનામ્હાર પંડિતને અપાવીને પ્રથમ દિવસે ભારે આદર કર્યા, અને વળી પ્રધાનને રાજાએ આજ્ઞા કરી કે— આ પંડિત જેટલા શ્લેાક અનાવી લાવે, તેટલી સેાનામ્હાર તમે એને સદા આપતા રહેજો.’ આથી તે પંડિત નિરંતર એક સા આઠ શ્લોક બનાવીને તેટલી સેાનામ્હાર લેતા, તે જ્યાં ત્યાં ભેાજન કરતા અને જીણુ દેવકુળમાં સુઇ રહેતા. રાજા પોતે પ્રિય વાકય પ્રત્યે દાતાર છે અને પંડિત નવાં કાવ્યેા બનાવવામાં નિષ્ણાત-સમ છે. આથી પ્રધાનને ભારે ચિંતા થઈ પડી. તે વિચારવા લાગ્યા કે એમ