________________
દાન નહિં દેવા ઉપર કુરંગની કથા.
૩૦૧
સન્માન આપતાં તેણે તેમને પિતાના રાજ્યસુખના ભાગીદાર બનાવ્યા. સજજનેની એજ રીત છે. એમ દાનથી ભેગ અને સામ્રાજ્ય પામતાં કામકેતુને બરાબર પ્રત્યય-વિશ્વાસ થવાથી તે શ્રદ્ધાપૂર્વક સુપાત્રે દાન આપવા લાગ્યા. અનુક્રમે ગુરૂનો વેગ મળતાં વ્રત લઈ, કામકેતુને જીવ પાંચ ભવમાં મેક્ષ પામશે. માટે આ લેક અને પરલોકના સુખને ઈચ્છનાર ભવ્યએ સદા સુપાત્રે દાન દેવું. તેનાથી સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે.”
દાન નહિં દેવા ઉપર કુરંગની કથા.
સ્ત વિદ્યમાન છતાં જે પાત્રે દાન આપતું નથી, તે દાનથી પામવા ગ્ય ભેગ-સુખ સંસારમાં કેમ
પામી શકે? તે સંપદા કે સંસારના સુખ પણ પામી જ ન શકે. કારણ કે પૂર્વે દાન આપ્યા વિના પ્રાણી * / તેવાં સુખ ક્યાંથી પામે ? જેમણે પૂર્વભવે દાન આપેલ નથી, તેઓ આ ભવે દીન, હીન અને પરાભવને સહે છે. તેમજ જળવડે રજની જેમ દાનથી દુષ્કૃત શાંત થાય છે, પણ જે પાપાત્મા દાન કરતું નથી, તે કુરંગની જેમ અધોગતિને પામે છે. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે –
આસ્તિક જનની શ્રદ્ધાને રમવાના ગુપ્ત સ્થાનરૂપ તથા સદા અધર્મરહિત એવી સુશર્મા નામે નગરી છે. ત્યાં મૃગાંકમંડન નામે રાજા કે જેણે વતૃત્વ અને કવિત્વથી વાણી અને દાન તથા ભેગથી લક્ષ્મીને સફળ કરી હતી. ત્યાં ધનિક કુળમાં જન્મેલા ફરંગ નામે એક વણિકપુત્ર કે કર્મવિપાકે દરિદ્રતા પામ્યું હતું.