________________
૩૦૨
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર
તેના પિતરાઈ ભ્રાતાઓ તથા જ્ઞાતિના સંબંધીઓ શ્રીમંત હતા અને પૂર્વે કરેલ પુણ્યથી પ્રાપ્ત થયેલ લક્ષ્મીવડે દાન કરતા અને ભેગ ભેગવતા હતા. તેઓ નગરમાં પ્રમાણિક ગણાતા અને રાજ્યમાં પણ માન પામતા હતા. કુરંગના લગભગ બધા સ્વજને લેકમાં પ્રસિદ્ધ થઈ માન્ય થઈ પડ્યા હતા, પરંતુ પૂર્વના દુકૃતને લીધે કુરંગ નિર્ધન અને વેપાર કરતાં પણ તે લક્ષ્મી ન પામે, એમ કઈ રીતે તે ધન ન પામે. એટલે પિતાના પીતરીયા, સ્વજને અને જ્ઞાતિ કે પાસે યાચના કરીને તે ભજન પામતે. તેની વારંવારની યાચનાથી તે લોકેએ કંટાળીને તેને આવતે બંધ કર્યો. સત્ય છે કે જેના ઘરથી અલગ–દૂર જઈ રહેતાં તે તેની અપેક્ષાએ મૃત સમાન લાગે છે. કુરંગને સ્વજનેએ એ તિરસ્કાર કર્યો કે તે પોતાના આત્માને નિંદતે અને પિતાના દુષ્કર્મના પરિપાકથી અત્યંત ખેદ પામતાં તે હૃદયમાં ચિંતવવા લાગે કે –“મારા આ સ્વજને બધા પોતાના પુણ્યથી સમૃદ્ધિ પામ્યા છે અને બીજાઓ પર ઉપકાર કરે છે, પણ મારી તે દીન વાણું પણ સાંભળતા નથી, વળી હું જે કાંઈ કરું છું, તેથી હાનિજ પામું છું, માટે અન્ય ક્યાં ચાલ્યો જાઉં. અહીં રહી શકાય તેમ નથી.” એમ વિચારી તે કયાંક ચાલી નીકળે. માર્ગે જતાં એક સાધુ મળ્યા, તેમને નમીને તેણે પોતાના પૂર્વભવની વાત પૂછી. ત્યારે જ્ઞાની સાધુ તેને વૈરાગ્ય નિમિત્તે કહેવા લાગ્યા કે–
સમૃદ્ધ લોકથી વાસિત અસીમ નામે ગામ છે. ત્યાં પરસ્પર પ્રેમાળ, વ્યવસાયથી શ્રીમંત બનેલા ધનદ અને ધનપુંજ નામે બે પાડોશી મિત્ર હતા. એકદા ધન લઈને તે બંને દૂર દેશ પ્રત્યે ચાલ્યા, અને બપોર થતાં તેઓ કઈ ગામમાં ગયા. ત્યાં તેમણે કેઈ વૃદ્ધા સ્ત્રીને રાંધવા સામગ્રી લાવી આપી, એટલે તેણે તૈયાર કરી, મીઠા વચને તેમને જમવા બોલાવ્યા. ત્યારે આસને બેસી