________________
૩૦૦
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
ચાલ્યા, અને માર્ગના જંગલમાં જતાં જતાં તેમણે વ્યંતરની એવી વાણી સાંભળી કે–અહીં એક મહાતપસ્વી સાધુ છે તે સાધુએ એ દુષ્કર અભિગ્રહ કરેલ કે–બેતાળીશ દેષરહિત જે આ જંગલમાં આહાર મળે તે ભોજન કરૂં. નહિ તે ત્યાંસુધી નિશ્ચલપણે કાર્યોત્સર્ગ કરીશ. એ અભિગ્રહ લેતાં તેમને પાંચ મા ખમણ થયા. તે મુનિ તમારે નમસ્કાર કરવા ગ્ય છે.” એમ સાંભળી કામકેતુ “આ શું? ” એમ ચમક. ત્યાં કાંચનપ્રભા બેલી કે હે નાથ ! મને લાગે છે કે અહીં અભિગ્રહધારી કઈ મુનિ છે, એમ વ્યંતરે જણાવ્યું. માટે આપણે નિર્દોષ ભાતું તેમને હેરાવીએ.” એમ તેણીએ કહેતાં, કામકેતુએ પ્રિયાને ત્યાં મૂકી, વનમાં ભમતાં કાર્યોત્સર્ગે રહેલા મુનિ જોયા. એટલે ત્રણ પ્રદક્ષિણપૂર્વક તેણે ભાવથી મુનિને પ્રણામ કર્યા અને કહ્યું કે– “હે ભગવન્! મારૂં પ્રાસુક અન્ન લેવા અનુગ્રહ કરે.” ત્યારે શરીર ધારણ કરવાના કારણરૂપ પ્રાસુક આહાર લેવાની ઈચ્છાએ
જ્યાં કાંચનપ્રભા બેઠી છે, ત્યાં મુનિ ગયા. તેણે ભાવથી કલ્પનીય પિતાનું ભાતું પ્રતિલાલતાં, મુનિએ તે ગ્રહણ કર્યું. ત્યાં “અહો દાન ! અહા ! અહા ! એમને પુણ્યદય ! ” એમ બેલતાં વ્યંતરે કહ્યું કે-“હે સજજન ! એક વર માગી લે. ” ત્યારે કામકેતુને હજી મેટી કામનાઓ ઘણું હતી, તેથી તેણે વ્યંતર પાસે માગ્યું કે–અહીં એક નગર વસાવી, મને મેટું રાજ્ય આપ” એટલે સંતુષ્ટ થયેલા વ્યંતરે ત્યાં હાથી, ઘોડા અને લેકસહિત એક નવીન નગરી વસાવી અને તેમાં કામકેતુને રાજા બનાવ્યું. જ્યાં પ્રતાપી કામકેતુ કાંચનપ્રભા સહિત વ્યંતરની હાયતાથી તે દેશમાં રાજ્ય ચલાવવા–ભેગવવા લાગ્યું. તેણે પિતાના પરાક્રમથી બીજા બધા રાજાઓને તાબે કર્યા. તે સમૃદ્ધ પિતાની પ્રજાનું રક્ષણ કરતાં તે વધવા લાગે. વળી સ્વજનેને પિતાની પાસે બોલાવી,