________________
ભયથી દાન આપવા ઉપર સામની કથા.
૨૯૧
6
સમજાવીને તેણે ધન પાછું આપ્યું. એમ વાઘના મુખમાંથી માંસની જેમ શેઠ પાસેથી ધન લઇ, · હે વત્સ ! હવે કદિ એવુ કરતા નહિ ' એમ પુત્રને શિખામણ આપતાં ધન પેાતાના ઘરે આવ્યેા.
હવે એકદા સામ દુકાને જતા હતા, તેવામાં ત્યાં લડતા એ સીપાઇને જોઈ, રાજાના—ભંગના ભયથી તે ઉભેા રહી ગયા. સામ વિના અન્ય કાઇ તેમની સમક્ષ આવેલ નહિ. ગ્રીષ્મની ગરમીમાં અગ્નિને કાણુ આલિંગન આપે ? એવામાં કેટવાળ લડતા તે અને સુભટને કસાઇ પાસે ખેાકડાની જેમ પ્રધાન પાસે લઇ ગયા. એટલે ભ્રકુટીથી ભીષણ અની સચિવે તેમને પૂછ્યું કે- અરે ! તમે કલહ કેમ કરી છે ? તે કહેા. ’ ત્યાં એક સુભટ અંજલિ જોડીને પ્રધાનને કહેવા લાગ્યા કે માગે જતાં વિના કારણે મને એણે માર્યા. ’ત્યારે ખીજાએ કહ્યું— હું પ્રધાનજી ! મેં પ્રથમ એને માર્યાં નથી, પણ એણે મને માર્યાં, તેને સાક્ષી સામ નામે વિષ્ણુકપુત્ર છે. ’ એમ બન્નેએ કહેતાં, ન્યાયથી નીવેડા આણવા પ્રધાને સુભટો મોકલીને સામને તેડાવ્યા. ત્યારે જાણે ચમના દૂત હાય, તેવા સુભટાને પેાતાના ઘર ભણી આવતા જોઇ, સામે કલહના વૃત્તાંત પિતાને સંભળાવ્યા, જે સાંભળતાં, તે સાક્ષીથી છુટવાના ઉપાય શોધતાં, કંઈ ન સૂજવાથી વ્યાકુળ થઈને તે બુદ્ધિવાળા શેઠ પાસે પ્રથમ કરતાં બમણું ધન મૂકીને તેણે ઉપાય પૂછ્યા. તેણે ધન લઈ, ધનશેઠને કહ્યું કે— તમે ઘરે જઈ પુત્રને ઘેલા જેવા કરી સૂકા. ’ એટલે ઘરે જઇ તેણે પુત્રને ભલામણ કરતાં કહ્યું કે— હે વત્સ ! તું પહેરણ જલદી કહાડી નાખ, લંગોટી પહેરી લે, માથાના કેશ છુટા મૂકી દે, ઉંચી ભુજા કરીને નાચ અને આ કળશ ભાંગી નાંખ. એમ કૃત્રિમ ઘેલે ખની જા. એકદમ ઉંચે દંડ કરી એકલો દોડવા માંડ, બીજો કાંઇ વિચાર ન કર.