________________
ભયથી દાન આપવા ઉપર તેમની કથા. ર૮૯ છે, તે એમને વિવાહ કેમ ? એટલે મુનિએ બધો વૃત્તાંત કહી સંભળાવતાં, હરણપર કૃપા લાવી વિદ્યારે તેને મૂળ સ્વરૂપમાં આણે. ત્યાં પિતાના પતિ કામકેતુને જોઈ, પૂર્વે અજાણપણે આપેલ આલિંગનથી લજજા પામતી કંચનમાળા આશ્ચર્યથી અર્ધમુખી થઈ રહી, તેમજ કામકેતુ પણ પોતાની પ્રિયાને જેઈ પરમ પ્રદ પામે, અને મુનિને નમસ્કાર કરીને તે ધર્મદેશના સાંભળવા બેઠે. એટલે મુનિરાજે પણ જણાવ્યું કે–“આ ભવ તથા પરભવમાં સુખને ઈચ્છતા પ્રાણીએ દાન, શીલ, તપ અને ભાવ એ ચાર ભેદે ધર્મ આરાધો. ગૃહ-વ્યવહારના ભારથી પ્રાણુ ભવ– સમુદ્રમાં ડુબે છે, છતાં તપ, સંયમના પાત્ર એવા મુનિરાજને ભકિતએ દાન આપવાથી મહાફળ-દાયક નીવડે છે, તેમજ ભક્તિ વિના ઉપર કે ભયથી દાન આપતાં પણ સુપાત્રે આપેલ તે ફળ દાયક તે અવશ્ય થાયજ. ભયથી દાન આપતાં પણ સામ નિશ્ચય સુખ પામ્ય એ અવાંતર કથા આ પ્રમાણે છે –
ચંપા નગરી કે જેની અલકાપુરી દાસી સમાન ભાસે છે, તથા ધર્મ-કર્મના પ્રભાવથી સમૃદ્ધિ વધતાં જાણે અમરાવતી તુલ્ય લાગે છે ત્યાં દરેક પુરૂષ કામદેવ જેવા રૂપવંત હોવાથી રતિ અને પ્રીતિને સપત્નિશેકયભાવ ઉતરી ગયે ત્યાં વૈરિ–સમુદ્રને અગસ્તિ સમાન એ મીનકેતુ નામે રાજા ન્યાયથી પ્રજાને પાળે છે. વળી ત્યાં જોતિષમાં સૂર્યની જેમ વણિકેમાં મુખ્ય ધન નામે શેઠ અને તેને સુંદરી નામે પત્ની છે. કૃષ્ણ અને લક્ષમીને પ્રદ્યુમ્નની જેમ તેમને સેમ નામે પુત્ર હતું, કે જે ધનુર્વેદમાં અજુનની જેમ વણિકમાં ભારે પ્રવીણ ગણાયે. એકદા તે વેપાર કરવા બજારમાં ગયે, પણ ત્યાં વેપાર જેવી કઈ વસ્તુ તેના જેવામાં ન આવી પરંતુ વિનીત વાણોતર બુદ્ધિ માટે જેને સેવી રહ્યા છે