________________
દાન ઉપર કામકેતુની કથા.
૨૮૭
સમર્થ છે, એટલે પગે લંગડાતે તે શ્વાસ ભરાતાં પણ હળવે હળવે હર્ષથી તેણીની પાછળ ગયે કંચનપ્રભાએ નિર્મળ જળથી પ્રભુનું સ્નાત્ર-સ્નાન કર્યું અને મુખકેશ બાંધી, તેણે રાજચંપક પ્રમુખ પુષ્પથી:ભગવંતની પૂજા કરી. મૃગ પણ પ્રભુને જોતાં હર્ષાશ્રપૂર્ણ લેચને તે ભૂપીઠ સુધી મસ્તક નમાવીને નયે, ત્યારે પ્રભુ પ્રણામના પક્ષપાતથી કંચનમાળા મૃગને વખાણતી બેલી કે–“અહો ! આ તિર્યંચ છતાં પુણ્યાત્મા છે.” પછી ફળાહાર કરવા તે નવેઢા લતાગૃહમાં ગઈ અને પાછળ હળવે હળવે મૃગ પણ ગયે તેણે તૃણાહાર ન કર્યો, તેથી કંચનમાળા ચિંતવવા લાગી કે–“આ બિચારે વેદનાને લીધે તૃણુ પણ ખાતે નથી.”એમ ધારી તેણે દિવ્ય ઔષધિ ઘસી ને ઘા ઉપર લેપ કર્યો. જેથી ઘા રૂઝાઈ જતાં
વ્યથા શાંત થઈ અને મૃગ સાજો થયે, છતાં અભિમાનથી તે તૃણ ખાતે નહિ. ત્યારે તે વિચારવા લાગી કે–અહે! આ ચરતે કેમ નથી? શું કારણ હશે? એ બિચારે ભૂખે મરે છે.” એમ ધારી લીલું ઘાસ લાવી, તેણે મૃગ પાસે મૂકયું છતાં તેણે તે પશુ ભક્ષ્ય છતાં નજરે પણ નિહાળ્યું નહિ. એવામાં કંચનમાળાએ ભગવંતપૂજા કરીને ભજન કરવું એ અભિગ્રહ લીધે છે તેથી તે કુલે વિણવા પર્વતપર ગઈ ત્યાંથી આવતાં તે માર્ગ ભૂલી અને ઘણું ભમી, પણ અભવ્યને જિનવચનની જેમ તે માર્ગ તેને હાથ ન લાગે ત્યાં વૃક્ષોમાં ફળ હોવા છતાં, અભિગ્રહને લીધે તેણે તે લીધાં નહિ અને શુધિત થતાં પણ તે ખાતી નહિ. તે પ્રભુને ધ્યાવતાં રાત્રે કયાંક સુઈ ગઈ અને સ્વપ્નમાં પણ જાણે ભગવંતને પૂજતી હોય તેમ પોતાને જેતી પ્રભાત થતાં પણ તે મનથી ભગવંતને જેતી અને ચૈત્યની દિશા ભણી, ઉદાર મતિથી તે પ્રભુને નમવા, લાગી. જિનમંદિરને શેધતાં તે પર્વતની પાછળ તરફ ભમવા લાગી. એમ પાંચ દિવસ થયા, તે પણ ચૈત્ય ન જડયું જેથી તે