________________
૨૮૬
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
પામતા તે મૃગ ત્વરાએ એક દિશામાં છલાંગ મારતા ભાગ્યા અને એક પર્વત આગળ પહોંચ્યા. ત્યાં ભયભીત નેત્રે ખેદ પામતાં, તૃષા છતાં પાણી તજી, અને ભૂખ છતાં તૃણુ ખાધા વિના પડા રહ્યો.
હવે કાગરૂડ નીચેના આકાશ પંથે ચાલતાં, એક ઉંચા પર્વત ના શિખર સાથે અથડાતાં ભાંગી ગયા અને તે નવાઢા નીચે ભૂમિપર પડતાં, સર્વાંગે આઘાત અને મૂર્છા પામી ક્ષણવાર પછી મૂર્છા મટતાં તે ભયાતુર થઇ વિલાપ કરવા લાગી કે—‘ હા માત ! હા તાત ! ક્ષણવારમાં દેવે મને ઘાયલ કરીને કયાં મૂકી દીધી ? મેં પૂર્વે કાઇનું અપહરણ કર્યુ. હશે કે જેથી કંકણ બાંધી મારા વિવાહ થતાં તરતજ મારૂં અપહરણ થયું. હવે મારા માતપિતા મને કયારે મળશે ? હું મંદભાગી કયાં જાઉં અને ક્યાં રહું ?' એમ મેાટેશ્રી વિલાપ કરી, તે પેાતાની મેળે ધીરજ ધરી, કંદમૂળ અને ફળ ખાઈને વનમાં ચાતરફ ભમવા લાગી. એકદા ભમતાં તેણે લતાકુ જમાં ઋષભચૈત્ય જોયું, ત્યાં ભકિતથી જિનમિ અને નમી, તેણે સુખે પૂજા કરી. વળી વનમાંથી સુગંધિત પુષ્પા વીણી વીણીને તેણે આદિનાથની મનહર પૂજા કરી. એમ પ્રભુપૂજામાં લીન થતાં કાંચનપ્રભા માતા પિતા, કુટુંબ કે સખીવસને ભૂલી ગઇ. એ રીતે પુછ્યાપાનથી અંતરાય ક ક્ષીણ થતાં એકદા તે જળ માટે એક દ્રહ પ્રત્યે ગઈ. ત્યાં પ્રથમથીજ તે મૃગ પાણી પીવા આવેલ, તેણે તે મૃગાક્ષીને જોતાં એળખી લીધી, એટલે પ્રહાર—વેદનાથી વ્યાકુળ બનેલ મૃગ હળવે હળવે તેણીની પાસે ગયા અને વાર'વાર ચાતરફ ભમતાં તે પ્રેમથી તેણીને જોવા લાગ્યા. એટલે તેના પ્રહારની વેદના જોઇ દયા લાવી, જળથી ધોઈ કંચનમાળાએ ત્રણ સરાહણી દિવ્ય ઔષધી તેના ઘાપર લગાડી, પછી મૂળથી તે મૃગના વૃત્તાંતને જાણતી ન હેાવાથી તે પાણી લઈને જિનાલયે ગઇ, મૃગ જોકે બધું જાણે છે, છતાં તે કહેવાને અ