________________
૨૮૮
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર
પ્રભુ પૂજાના અભાવે ખાતી કે સૂતી પણ નહિ. તે પોતાના આત્માની અને અશુભ કર્મની નિંદા કરવા લાગી કે – હે હીનભાગી આત્મા! માતપિતાને વિયેગ પામતાં પણ આદિનાથના દર્શનથી તે દુઃખ બધું ભૂલી ગઈ પરંતુ હવે અપુણ્યના ઉદયથી તે દર્શન પણ દૂર થયું. દુપ્રાય પ્રભુપૂજાનું પુણ્ય હવે મને કયાંથી સાંપડે? એ પ્રમાણે આત્મનિંદા કરતાં તે નવોઢાએ પૃથ્વી પર ઉતરતા વિદ્યાધરે નાં વિમાને જોયાં. તે અધેદિશા પ્રત્યે સત્વર ચાલતાં તેણે, વિદ્યાધરેએ નમેલ એક જ્ઞાનીને ત્યાં દીઠા, જેથી ભારે હર્ષ પામતાં શુભ આશય–ભાવથી નમી તે અમૃત સમાન મુનિની ધર્મદેશના સાંભળવા બેઠી. ગુરૂ બોલ્યા કે –“હે ભવ્ય ! ભગવંતના મસ્તકે વાસચૂર્ણ નાંખતાં પ્રાણીને લક્ષમી વશ થાય, પ્રભુ સન્મુખ ધૂપ કરતાં પ્રાણીના દુષ્કર્મો દૂર થાય, જિનેશ્વરને અખંડ અક્ષત ચઢાવતાં આત્મા અખંડ–આનંદમય થાય, જે પ્રભુને પુષે પૂજે, તે ત્રણે લેકમાં સુકીર્તિ પામે, જે જિન આગળ દીપ ધરે, તેના કર્મને અંધકાર મૂળથી હણાઈ જાય, જિન આગળ નૈવેદ્ય ધરતાં, પ્રાણી વિવિધ આહારનાં સુખને પામે, પ્રભુને ફળ ધરાવતાં, પ્રાણી બેધિબીજનું ફળ પામે, તથા જે જિનરાજને નિર્મળ જળથી હુવરાવે, તેની બધી તૃષ્ણ ટળી જાય. એ પ્રમાણે અરિહંતની સદા અષ્ટ પ્રકારી પૂજા કરતાં ભવ્યાત્માનાં આઠ કર્મો અવશ્ય નષ્ટ થાય.” એવામાં કંચનમાળાને શેલતે મૃગ પણ ત્યાં આવ્યું તેને જોઈ કાંઈક મુગ્ધભાવ અને મમત્વને લીધે તે મૃગને કહેવા લાગી કે “હે મૃગ ! તું અહીં ક્યાંથી ?” એમ કહેતાં તેણીએ મૃગને આલિંગન આપ્યું. તે જોઈ જ્ઞાની મુનિ જરા હસ્યા, જેથી કોઈ વિદ્યાધરે હારનું કારણ પૂછતાં મુનિ બોલ્યા કે–હે વિદ્યાધર ! એ મૃગની આ કંચનમાળા સ્ત્રી છે. વિવાહના દિવસેજ એ પતિને વિયેગ પામી. ત્યારે વિદ્યાધર બેલ્યો “આ મનુષ્ય અને એ મૃગ–પશુ