________________
ઉપધથી દાન આપવા ઉપર સુંદરની કથા.
૨૯૩
જેમ તારે રેગ દૂર થાય. જે એમને દાન ન આપતાં, મુનિની અવજ્ઞા કરીશ, તે તારા પૂર્ણ પાપોદયથી તું ગાંડાઈથી ગ્રસ્ત રહીશ અને સાજો કદિ નહિ થાય.” એમ માતાએ બીક બતાવવાથી સામે સાધુને દાન આપતાં, તે તરતજ રેગમુક્ત થયે. અહે! તપને મહિમા અદ્ભુત હોય છે. દાનેના પ્રભાવથી, વાદળ થકી સૂર્યની જેમ, ભૂત છાયાથી મુક્ત થતાં સમ પ્રથમની જેમ સુખ ભેગવવા લાગ્યા. એમ ભયથી દાન દેતાં પણ મને સુખરૂપ થયું. માટે દાન સદા આપવું. દાન કદિ વૃથા ન જાય.
તેમજ અદ્ધિવડે અલકાપુરીને જીતનાર ઉજજયિની નામે નગરી કે જે ચાર વેદની ભૂમિકારૂપ વિધાતાની જેમ ચાર પુરૂષાર્થની ભૂમિકારૂપ હતી. આકાશમાં સૂર્યની જેમ ત્યાં વિક્રમ નામે રાજા રાજ્ય કરતે કે જેના તેજે શત્રુરૂપ ઘુવડ બધા પર્વતની ગુફામાં ચાલ્યા ગયા. વળી ત્યાં શ્રીમતમાં શ્રેષ્ઠ સુંદર નામે મિથ્યાત્વી શેઠ રહેતું. તેની યશોમતિ નામે પત્ની અને પ્રિયવર્ધન નામે પુત્ર હતે. ગ્રીષ્મતમાં નદીપૂરની જેમ તેનું ધન ખલાસ થતાં, ખેદ પામી સુંદર વિચારવા લાગે કે-“ધન આવ્યા પછી ચાલ્યું જાય તે કરતાં પ્રથમથી જ ન હોય તે સારૂં. પૂર્વે દ્રવ્ય હોવાથી, તેને ગર્વને લીધે ક્યાં યાચના ન થાય અને નોકરી પણ ન કરી શકાય. મારા ઘરે દ્રવ્યના અભાવે ભેજનાદિકની સામગ્રી કેમ થાય. કુટુંબ તે લઘુ છે, તે હવે શી ગતિ થશે? અહો ! દરિદ્રતાને ધિક્કાર છે. વળી અહીં સ્વજને ઘણા રહ્યા, જેથી ધન વિના પરાભવ પમાય, માટે મારે પરદેશે ચાલ્યા જવું સારૂં છે.” એમ ધારી, ભાતું લઈ, કુટુંબને સાથે લઈને તે સુંદર દેશાંતર ચાલ્યું. માર્ગમાં તેને એક નાને સંઘ મળે. બપોર થતાં તળાવની પાળે લોકો બધા ભેજન કરવા બેઠા. તેવામાં એક પુરૂષ કહેવા લાગ્યું કે–“અહે! આ કલ્યાણના ભાજન મુનિ