________________
વિનયહીનપણા ઉપર ભાગરાજની કથા.
૨૭૭
આનુ બતાવી, એક મિત્રને સાથે પશ્ચાત્તાપ પૂર્ણાંક ઔષધ લઇ વિનીત ઉપાશ્રયે ગયા. ત્યાં મુનિ ઘણા ગ્લાન અને રાગાત્ત છે, છતાં તેમણે અન્ય ઔષધ લીધું ન હતુ, તેમજ તે અત્યંત અશક્ત હાવાથી પ્રધાનને ખેદ થયા, વળી મુનિને પીડિત જોઇ, આંખમાં આંસુ લાવતાં, વિનીત પેાતાના આત્માને નિંદતા મુનિને પગે પડયા. આ વખતે વિવાહ સમયને લીધે વસ્ત્રાલંકારથી અલકૃત, તે મુનિને ત્રિવિધ ખમાવતાં, આત્મ-ધ્યાને ભાવનાના વેગ વધતાં, ઘાતિકર્મનો ક્ષય થવાથી વિનીત મહાત્માને ઉજવળ કેવળ– જ્ઞાન ઉત્પન્ન થયું. એટલે અપ્રતિપાતી એ જ્ઞાનવડે લેાકને જોતા વિનીતને દેવતાએ તરત ચારિત્ર-ચિન્હ આપ્યુ. ત્યાં ભવસાગરમાં શિલા સમાન નારી તજી, વિનીત તેજ લગ્નના શુભ ક્ષણે સંયમ– લક્ષ્મીને પરણ્યા. માટે માણસાની વિનયમાં જે ઉજ્જવળ મુદ્ધિ, તે આ લેાકમાં પરમ આદર અને પરલેાકમાં મેક્ષ આપે છે. ”
2m.... વાત
વિનયહીનપણા ઉપર ભાગરાજની કથા,
થમ આત્માને વિનયમાં જોડવા, વિનયથી ગુણા પ્રાપ્ત થાય છે, ગુણાથી અ—દ્રવ્ય, દ્રવ્યથી પુણ્ય અને તેથી મેક્ષ પમાય છે. જે પુરૂષ વિનયહીન છે, તે પ્રભુત્વ, સન્માન, લક્ષ્મી, કે સુખ, ભેાગરાજની જેમ પામી શકતા નથી. તે હૃષ્ટાંત આ પ્રમાણે છે—
સ્વસ્તિનિધાન નામે નગર કે જે ગુણ-સમૃદ્ધિ તથા જિનમદિરાની શ્રેણિવડે ભારે શાલે છે. ત્યાં જય નામે રાજા કે જેની જયલક્ષ્મી અતિતીક્ષ્ણ, પાણીદાર એવી ચળકતી તરવારમાં કિ ભિન્ન કે મગ્ન થઈ ન હતી. તેને નાગાદિત્ય નામે વાચાલ પ્રધાન