________________
૨૭૦
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
મહાદુ:ખે મે તને જન્મ આપ્યા છે, તે હવે મારૂં પાલન કર. તારા વિના મારા અન્ય આધાર નથી. ’ આથી તે ખેતી કરતા, પેાતે હળ ખેડતા અને રાતે બળદ ચારતે તેમજ સદા દુઃખિત થતા ઘેંસનું ભજન કરતા. તેના અપુણ્યને લીધે ખેતરમાં કયાં ધાન્ય ન થયું. એથી અન્ય વ્યવસાય કરતાં પણ તેને ક ંઈ ફળ ન મળ્યું. એમ બધા વ્યવસાય નિષ્ફળ થવાથી તે નગરમાં મજુર થઈ, ભાડે ભાર ઉપાડવા લાગ્યા. એકદા તેને એક શેઠે ખેલાવી ભાડું ઠરાવીને એક ધૃતકુંભ-ઘડો આપ્યા, તે માથે લઈ મંગલ શેઠની પાછળ પાછળ જવા લાગ્યા. જતાં જતાં મંગલ ચિતવવા લાગ્યા કે—“ આ ભાડાનાં દ્રવ્યથી અવશ્ય મારે મેર લેવાં. તે ધાન્યના મોટા ખળામાં વેચી ઘણું ધન પેદા કરીશ. તે દ્રવ્યથી દાળીયા ગાજર અને ખેર પ્રમુખ લઈ વેચતાં અવશ્ય ઘણા લાભ મેળવીશ, ત્યાં ખીજા કોઇ વાણીયાના ખેર પ્રમુખ લેશે પણ નહિ. પછી ગાજર કે. ખારનું કામ લજ્જાકારી જાણી, તજી દઇને હું ચણા, દાળીયાની દુકાન મોટા માગે માંડીશ. જેથી આચ્છવ થતાં ઘણા ગ્રામ્ય લાક। અહીં જોવા આવશે, તેઓ પણ ખીજા હાટ મૂકી, સસ્તું આપનાર અને ‘ આવા, આવજો ’ વિગેરે મધુર વચન ખેલનાર એવા મારા હાટેજ ચણા પ્રમુખ લેશે. મારા હાટે અનેક કરીયાણાં રાખતાં, તે વેચવાથી બહુ ધન વધારી મૂકીશ. પછી ચણા, દાળીયા પ્રમુખના વેપારથી લજ્જા પામતાં હું અનાજને વેપાર કરવા દાણાની દુકાન માંડીશ. ત્યાં મારા હાટે રાજલેાકાનું વલણ થશે. એટલે કય—વિક્રય કરતાં ત ંબાલાદિથી તેમને રાજી કરીને હુ... યથેચ્છ લાભ મેળવીશ. વળી તે ધાન્યની દુકાને પણ દાળ દળાવવી, ધાન્ય, ધૃતાદિ તાલવાના કષ્ટને મૂકીને હું ગાંધીની દુકાન માંડીશ. ત્યાં અલ્પ દ્રવ્યે લીધેલ કરીયાણાં મોટા ભાવે વેચતાં એટલુ ધન વધી પડશે કે તે ઘરમાં પણ સમાશે નહિ.