________________
૨૬.
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
વાયરે પણ ન લાગે. તું દક્ષિણ પળ પ્રત્યે જા, ત્યાં રાજાના દ્વારપાલને જગા, મારી બતાવેલ નિશાની તેને કહેતાં તે દ્વાર ઉઘાડી ને તને અંદર જવા દેશે. પછી માર્ગની ડાબી બાજુએ એક મંદિર છે, તેના દ્વાર પાસેના ગેખલામાં મૂકેલ કુંચીવતી દ્વાર ખેલી, પાછા કમાડ વાસી, પલંગ પર સુઈ જજે, ત્યાં શીતને પરાભવ લાગશે નહિ.” એમ સાંભળી રાજા વિચારવા લાગ્યું કે– મારે આ સ્થાનનું શું પ્રયોજન છે? મને લાગે છે કે આ એ લેકેનું સંકેત–સ્થાન છે. એના વિશ્વાસે જ તે સ્ત્રી અને ભેજન આપી ગઈ. તે કેઈની દાસી જેવી ભાસતી.” એમ ધારી તે પુરૂષની આજ્ઞા લઈ, તેણે બતાવેલ માર્ગે પિળમાં દાખલ થઈ, મંદિરમાં જઈને રાજા સુતે.
હવે અહીં તે નગરના કીતિવમ રાજાની સેભાગ્યમંજરી નામે રૂપવતી પુત્રી હતી, તેણે બહારના પુરૂષ સાથે પ્રથમ તે દિવસને સંકેત કરેલ, પણ તે રાજાએ કરાવેલ નાટકમાં બેસી રહેતાં ઘણીવાર લાગી અને રાત ઘણી ચાલી ગઈ. પછી નાટક વિસર્જન થતાં તે ઉઠી, પહેરેગીરની દષ્ટિ ચૂકાવી, સખી સહિત, અંધારપટઢી, તે બંને ઘરથી ચાલી નીકળી, અને તે માર્ગે જતાં, પિળ પાસે આવી, કઈક મનમાં ચિંતવીને રાજકન્યાએ સખીને કહ્યું કે –“હે ચંદ્રલેખા ! રાત તે ઘણી વીતી છે, પણ તે વલ્લભ સંકેતસ્થાનથી વખતસર અહીં ઘરે આવ્યું હશે. મને વિલંબથતાં તે અવશ્ય રીસાયે હશે. માટે અહીં ઘરમાં જે, તે છે કે નહિ ?” એટલે સખીએ જોઈ આવીને કહ્યું કે –“હે દેવી! તારે વલ્લભ પલંગ પર સુતે છે. પછી રાજસુતાએ દાસીને કહ્યું કે –તું પ્રભાતે વહેલી આવજે.” એમ કહી, તેણે સખીને વિસર્જન કરી, અને પિતે અંદર પેસી, ગૃહદ્વાર બંધ કરી, ક્ષણભર તેણે જોયું કે
એને નિદ્રા રેષની છે કે સાચી છે?” એમ ધારી, તે