________________
પૂણ્ય વૃદ્ધિ ઉપર મદનસુંદરની કથા.
૨૬૧
પાસે બેઠી અને પિતાના અપરાધની શંકા લાવી, ચપટી વગાડવા લાગી. ત્યારે રાજા એકદમ નિદ્રારહિત થઈ ચિંતવવા લાગે કે – આ દિવ્ય સુગંધથી બહેકતી કેણ છે?” તેને ગતનિદ્ર જાણું રાજસુતા બેલી કે-“હે પ્રાણવલ્લભ! મારો એક અપરાધ માફ કરે. હું શું કરું? રાજાની આગળ આગળ બેસવાથી અધવચ ઉઠી ન શકી. સંગીત વિસર્જન થતાં હું તરત ચાલી નીકળી. શું હું જાણતી નથી કે તમે મસાણના દેવલમાં શીતથી સર્વાગે કંપતા, લબે વખત એકલા રહ્યા હશે? તેથી મારે એ અપરાધ તે અત્યંત દુસ્સહ થયે, તે સહન કરો. આ હું તમારી કિંકરી છું, તમને રૂચે તેમ કરે.” એમ સાંભળતાં રાજાએ વિચાર કર્યો કે–આ નિશ્ચય બહાર રહેલા પુરૂષને ઉદ્દેશીને મને પ્રિય કહી બોલાવે છે, માટે ઠીક છે હું કંઈક બેલું કે જેથી એ મને જાણે. પછી જોઈએ તે એ પોતાના સ્થાને જાય કે અહીં રહે. એમ સમજી, અમૃત સમાન મધુર વાણીથી રાજાએ સમયોચિત જણાવ્યું કે–
હે ગૌરાંગી! એમ શા માટે બેલે છે?” ત્યારે રાજસુતા ચિંતવવા લાગી કેમારા ભાગ્યને દુર્વાકય તજીને આજે એ અમૃત સમાન મૃદુ બોલે છે. પછી રાજપુત્રી તેજ આ પતે છે, એમ સમઅને તે ત્યાં જ રહી. એટલે રાજાએ મૃદુ વચનથી તેને રંજિત કરીને રમાડી. એવામાં રાતના પાછલે પહોરે પેલો બહાર રહેલ પુરૂષ રાહ જોઈને થાક અને ટાઢથી પણ ખૂબ પીડા. ત્યાં વિચારવા લાગે કે –“કંઈ પણ કારણને લીધા તે પ્રાણવલ્લભા આવી નહિ. માટે હવે ઘરે જઈ, આહાર પચાવવા નિદ્રા કરૂં” એમ ધારી તેણે ઘરના દ્વારે આવતાં જોયું તે તે (ભૂપ) સાથે પલંગ પર સુતેલી પ્રિયાને જોઈ જેથી તેને ભારે કેપ જાગે અને તેમને મારવાની મતિથી સંકલ્પ કરતે તે રાજા પાસે જઈ અંજલિ જેવને વિનવવા લાગે કે–“હે નાથ! તમે મારે નિગ્રહ કરે કારણકે પાછળથી પણ