________________
પૂણ્ય વૃદ્ધિ ઉપર મદનસુંદરની કથા.
૨૬૩
શું કરું? પરિવાર તે દૂર રહે, પરંતુ એક આયુધ પણ મારી પાસે નથી. અરે ! આ સ્થિતિને ધિક્કાર પડે, પુણ્ય–ફળ મેં જોઈ લીધું.' એમ જેટલામાં તે વિચારે છે, તેટલામાં સુભટેએ હાક મારી, જેથી સંભ્રાંત થતાં રાજાની દષ્ટિ ઘરના મધ્ય ભાગમાં ગઈ, ત્યાં પુષ્પગે એક સ્થાને ધનુષ્ય અને બાણથી ભરેલ ભાથું જોતાં તે બોલી ઉઠયો કે “હવે કેનાથી પણ ભય નથી, આ આયુધ મને હાથ લાગ્યું. એમ કહેતાં તરતજ તેણે ધનુષ્ય ચડાવ્યું, અને ભાથું બાંધી, કમાડ ઉઘાડી, ધનુષ્ય ખેંચીને દ્વારસન્મુખ તે ઉભે રહ્યો. એમ પૂર્ણ પુણ્યશાળી તે સામે આવતાં, વિધાતાના પ્રહાર વિના સુભટે બધા દૂર ભાગી ગયા. જેના માથે છત્ર જુએ, તેને દૂરથી રાજા બાણ મારે, એટલે તે બાણે જાણે દાસ હોય તેમ રાજાને આદેશ બજાવતા. પછી તે વૃત્તાંત કીતિવર્મા રાજાને કહેવામાં આવતાં તેણે બીજા રાજપુત્રને મેકલ્યા. ત્યાં તેણે તેમને પણ ઘાયલ કર્યા. એટલે બધા આશ્ચર્ય પામ્યા કે—અહે ! આ બધા રાજપુને એકલાએ ઘાયલ કર્યા?” એ વાતકીત્તિવર્માએ સાંભળતાં, તેનું શુરાતન ઈ, મનમાં વિસ્મય પામતાં તે પતેહાથીપર બેસી, સર્વ સામતે તથા સુભટ સહિત રાજા પોતે આવ્યું. ત્યારે મદનસુંદર રાજા જેટલામાં બાણ ચલાવવા જાય છે, તેટલામાં રાજસુતાએ “મા, મા,” એમ સંભ્રાત થઈ તેને અટકાવતાં કહ્યું કે
એતે કીર્તિવર્મા નામે મારે પિતા છે, તે એનું વલણ જોઈને તમે જે કરવા એગ્ય હોય તે કરજે.” તેવામાં કીનિવર્માએ તેને જેતાં, રેષ–દેષ ઉપશાંત થતાં જામાતા-જમાઈની મમતા લાવી, હાથમાં ખડગ લઈ, સર્વથા વશીભૂત થઈ, તેણે પ્રથમ દૂત મેકલી, મદનસુંદરને કહેવરાવ્યું કે–“તમે બાણ મૂકી, ભીતિ ન લાવે.” એમ કહેવરાવી કીત્તિવમ પતે, જ્યાં મદનસુંદર તેની પુત્રી સહિત છે, તેના પુણ્યથી જાણે આકર્ષા હોય તેમ ત્યાં આવ્યું. તેનું