________________
ર૬ર
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
તમે તે મને બાંધવાના જ છે.” રાજા બે –તેં અપરાધ શે કર્યો છે? અપરાધ વિના અમે કેઈને નિગ્રહ કરતા નથી. ત્યારે કૃત્રિમ કંપથી ધ્રુજતે તે બે કે–“હે સ્વામિન્ ! તમારી પુત્રી મારા ઘરમાં સુતી છે, અને તેની પાસે એક પુરૂષ સુતે છે. હું તે અત્યારે ખેતરથી ઘરે આવ્યા, એટલે મારા ઘરમાં તેમને જોયા. નહિ તે અન્ય કેઈ આવીને નિશ્ચયથી એ વાત તમને સંભળાવે, તે મેં જ પ્રથમ કહી, હવે આપને ભાસે, તેમ કરો.” એમ સાંભળતાં રાજા તરતજ કોધથી ધમધમાયમાન થતાં, તેણે સુભટને આજ્ઞા કરી કે –“ જાઓ, તે બંનેને મારે” એટલે પેલા પુરૂષ સાથે તેઓ ત્યાં ગયા અને તરત જ તે ઘરને વીંટી લીધું ત્યાં મનસુંદર રાજા “આ શું” એમ ચમકી જાગી ઉઠયે અને જોયું તે બારણાના છિદ્રમાંથી તેણે ઘણા સુભટે બહાર ઘેરે ઘાલી બેઠેલા જોયા તેવામાં સૂર્યોદય થતાં બધું દષ્ટિગોચર થયું, ત્યારે રાજસુતાએ મન્મથ સમાન રાજાને જોયે, અને વિચાર કર્યો કે-“પ્રથમ મનથી જે મેં જાણ્યું હતું, તે પુરૂષ તે આ નહિ. પણ અત્યારે દષ્ટિએ જોતાં–જાણતાં એ પુરૂષ કેણ હશે? પરંતુ આ રૂપસંપત્તિથી અનુમાન થાય છે કે એ કઈ સામાન્ય પુરૂષ નથી, એ સુલક્ષશથી તે આ રાજા કે દેવ હોવું જોઈએ.” વળી રાજાએ સંપૂર્ણ રૂપ સંપદાએ યુક્ત તે રાજસુતાને જતાં તેને ભારે સુતેષ થયે, કે આ મારી પ્રિયા થઈ. એણના કારણે જે મને મેત આવે, તે ભલે, મનને ગમ્યું, તેની ખાતર જીવિત જાય, તે ખેદ છે ?” તેવામાં રાજસુતાએ બહાર સુભટે જેયા અને તેમને ઓળખી પણ લીધા. પછી તેણે પોતાના પ્રિયને કહ્યું કે –“મારા પિતાએ તમને મારવા માટે આ સુભટો મેકલ્યા છે, માટે તમારી ગતિ તે મારી ગતિ. તમને ઉચિત લાગે, તેમ કરો.” રાજાએ વિચાર કર્યો કે – અસ્થાને મને મરણ આવ્યું, હું શુરવીર છતાં શરહિત એકલો