________________
શ્રીચંદ્રપ્રભસ્વામીના પૂર્વભવનું વર્ણન.
૨૫૩
પ્રગટે, વળી હે નાથ ! તમે ક્યા ધર્મથી ત્રણ જગતના સ્વામી થયા? તે ધર્મપ્રભાવ સાંભળવાની મને ભારે ઉત્કંઠા છે. તમે પૂર્વભવે શું શું સુકૃત કર્યું, કે જેથી તમે તીર્થનાથ થતાં લેકે તમને પૂજે છે. હે સ્વામિનું ! મારાપર અનુગ્રહ લાવી, પ્રસન્ન થઈને મને તે વૃત્તાંત સંભળાવો કે જેથી પૂર્વભવ સાંભળતાં અમે પાવન થઈએ.”એટલે લોકેપર અનુગ્રહ કરવામાં તત્પર, બાર પ્રકારની સભાએ અલંકૃત વચનાતિશયથી સર્વ જીવેને જનગામિની વાણીથી પ્રતિબંધ પમાડતા તથા પોતે જેમ પૂર્વભવે શ્રેષ્ઠ ધર્મકર્મ ઉપાજ્ય, તે પ્રમાણે ચતુર્મુખ ચંદ્રપ્રભસ્વામી કથા કહેવા લાગ્યા
પ્રભુના પૂર્વભવનું વર્ણન. ધાતકીખંડ નામે દ્વિીપમાં પૂર્વ વિદેહના મંડનરૂપ તથા પાર્થિવડે સંકીર્ણ એ મંગલાવતી નામે વિજય છે. ત્યાં રત્નસંચયા નામે રમણીય નગરી કે જ્યાં ધર્મરૂપ કલ્પવૃક્ષ માગ્યા પ્રમાણે વાંછિત ફળ આપે છે. ત્યાં રાજાઓને નમન કરવા યોગ્ય પદ્ય નામે રાજા હતું, કે જેને પરિણત ભાર્યાની જેમ લક્ષ્મી-પડ્યા કદાપિ મૂકતી ન હતી. તે એકદા ઉટપણે પિતાને પતે સિંહ માની અન્ય રાજાઓને મૃગ સમાન માનતે રાજસભામાં બેઠે.
જ્યારે દિવ્ય સંગીતકારી ગાંધર્વે સંગીત ચલાવતા, વારાંગનાઓ નૃત્ય કરતી, દિવ્ય અંગરાગ અને વસ્ત્રથી વિભૂષિત થઈ બહ૫તિને પરાસ્ત કરનારા બુદ્ધિશાળી પ્રધાનેથી મંડિત હતું, સેવક ચામર ઢાળતા, બંદિજને બિરદાવલિ બેલતા અને ઘણા લેકે પોતપોતાનું પ્રયોજન નિવેદન કરતા હતા. તેવામાં રાજાએ આઘે એક સ્થાને ચકલાને રમ્ય માળ જે. ત્યાં કઈ પ્રતિપક્ષી ચકલાએ આવી, ચંચુવતી તરત જ તે માળાના તરણું કાઢવા માંડયાં. તે ભારે કેપથી તણખલાં આમતેમ ફેંકવા લાગ્યો અને માળામાં બે ઇંડાં જોઈ, ભારે કોંધાનલથી તપ્ત થતાં, પ્રચંડ વૈર સંભારી,