________________
૨૫૬
શ્રી ચંદ્રપ્રભસ્વામિ–ચરિત્ર.
પમાડે, તેમ ધર્મ ભવસાગરથી પાર પમાડી મેક્ષ આપવા સમર્થ થાય છે કારણ કે ધર્મથી પુણ્ય વધે, પુણ્ય વૃદ્ધિથી પ્રાણી મદનસુંદરની જેમ મનવાંછિતને પામે છે. તે દષ્ટાંત આ પ્રમાણે છે– કરે છે “ પુણ્ય વૃદ્ધિ ઉપર મદન સુંદરની કથા.” આ ધાર તકી ખંડ દ્વીપમાં મનરમા નામે નગરી કે જ્યાં
લેકે પ્રધાનપણે ધર્મજ આચરે છે. ત્યાં બધા રાજાએમાં પ્રધાન એ મદનકુંદર નામે રાજા કે જેણે પિતાની આજ્ઞા ન માનતા રાજાઓને સ્વર્ગ
મોકલાવ્યા, એ આશ્ચર્યની વાત છે. એકદા સભામાં બેસી, મંત્રીઓની સાથે પુણ્ય-પાપને વિચાર કરતાં રાજા એ જણાવ્યું કે–“હે મંત્રિવ! તમે મારે એક સંશય ભાગો, રાજ્ય પુણ્યવડેજ પામી શકાય કે વિના પણ પમાય? ત્યારે મંત્રીઓ બેલ્યા–“હે સ્વામિન! શું તમે જાણતા નથી કે પુણ્ય વિના અલ્પ સુખ પણ મળતું નથી? તમે પોતાના પુણ્ય વડે રાજા અને અમારા સ્વામી થયા છે અને પુણ્યની તરતમતાવડે અમે તમારા મંત્રીઓ થયા છીએ. વળી અન્ય લેક પણ જે નિરંગી થઈ સુખે જીવે છે, ધનિક બને છે અને સન્માન પામે છે, તે પણ પુણ્યના પ્રભાવથી જ.” એમ મંત્રીઓએ બેલતાં, રાજાએ વિચાર કરી, પોતાના પુણ્યનું પરિણામ જોવાની ઈચ્છાથી જણાવ્યું કેપુણ્યવંત કુળમાં જન્મેલા પુરૂષ, પૂર્વજોએ ઉપાજેલાં પુણ્યના પ્રભાવે રાજ્યાદિ ભેગવતાં પુણ્યવંત કેમ માની શકાય? જે પિતાના વ્યવસાયથી તે પામે તથા પિતાના પુણ્યને અનુસાર દ્રવ્ય, રાજ્યાદિ મેળવે, તે પુણ્યવંત ગણાય. તેથી પૂર્વજોએ ઉપાર્જન કરેલ રાજ્ય જોગવતાં, હું પણ મને પોતાને પુણ્યશાળી કેમ માનું? માટે હું પુણ્યની પરીક્ષા કરવા દેશાંતર જાઉં જે મારું પુણ્ય હશે