________________
હરિષણ–શ્રીષેણની કથા.
૧૫૭
:
શ્રેણ ખેલ્યા— આવા અલ્પ કામમાં આટલા બધા ખેદ કેમ પામે છે ? હું મહાનાગ ! હું એ તારા પિતાના વૈરીને અવશ્ય મારીશ; પરંતુ તે સ્થાન દૂર હાવાથી હું ત્યાં જવાને અસમ છું.’ સર્પ એલ્યા— જો તારે અવશ્ય પ્રત્યુપકાર કરવા હાય, તે હું તને ત્યાં નજીકના માર્ગે લઈ જઈશ.’ એ વચન સ્વીકારતાં, સર્પ હરિશ્રેણને સિ હલદ્વીપની સુરંગમાં લઇ ગયા. ત્યાં આગળ સર્પ અને પાછળ હરિષણના જતાં તે અને થાડાજ દિવસેામાં સુરંગમાગે સિંહલદ્વીપે પહોંચ્યા, અને રગશાળા નગરીની બહાર એક વટવૃક્ષ નીચે વિસામેા લેતાં હરિષેણે ભુજંગને કહ્યું કે— હું નાગરાજ ! તમે અહીં વટના કાટર-બખાળમાં રહેા અને હું... નગરીમાં જઈ, રાજાને મારવાના ઉપાય શોધુ છુ. તમે રાજાનું મરણુ સાંભળતાં સ્વસ્થાને ચાલ્યા જજો. રાજાને મારતાં દૈવાગે હું પણ જીવતા નહિ રહું., સપે એ વાત કબૂલ કરતાં હરિષણ નગરીમાં પેઠા અને જુગાર રમતાં પેાતાનું ગુજરાન ચલાવવા લાગ્યા. તે પ્રતિદ્મિન રાજાને મારવાના ઉપાય શોધતા પણ રાજા જેનાથી મરે તેવા કઈ ઉપાય તેને હાથ ન લાગ્યા. ત્યારે તે વિચારવા લાગ્યા કે
"
'
‘અહા ! મારૂ વચન વૃથા જાય છે. સર્પ આગળ કરેલ પ્રતિજ્ઞા હુ અદ્યાપિ પૂર્ણ કરી શકયા નથી. આટલા બધા દિવસો જતાં હું રાજાને જોઇ પણ શકયા નથી. તે મહાર નીકળતા નથી અને હું
તેની પાસે જવાને સમર્થ નથી.
:
તેવામાં એકદા રાજાની પાસે રહેનાર એક દાસીને હરિષેણે કહ્યું કે— હું તારા અભિલાષી છું' એમ કહી પ્રેમ બતાવતાં પાન, વસ્ત્ર, કુકુમાદિક તેને આપતાં તે દાસી તેની ભાર્યાં થઈને રહેવા લાગી. દાનથી શું ન થાય ? તે સદા અટકાવ વિના રાજભવનમાં જતી, જેથી એકદા એકાંતમાં હરિષેણે કાતુક બતાવતાં તેણીને કહ્યું કે— હૈ પ્રિયા ! એ રાજા અપૂર્વ લાગે છે, જેથી તેને