________________
શકુંતલાની કથા.
૨૨૧
કંઈ નિશાની તમારી પાસે છે?” શકુંતલા બેલી-રાજા પોતે જ પ્રત્યયરૂપ છે, તે મારે બીજા પ્રત્યયની શી જરૂર છે? શું રાજા જાણતા નથી કે જે અત્યારે આમ અજુગતુ બોલે છે? ત્યારે રાજાએ કહ્યું
-હે મુગ્ધ ! મેં તને કદિ જોઈ પણ નથી, તે સંબંધ બાંધવાને પ્રત્યય કેમ આવે ?” ત્યાં તાપસે જણાવ્યું– આ તે મુગ્ધ, અરણ્યવાસી, સતી અને સરલ સ્ત્રી છે, તેથી રાજાને સ્પષ્ટપણે જણાવી શકતી નથી.” રાજા “હે મુનિ !તમે સ્ત્રીઓનું અદ્ભુત ચરિત્ર જાણતા નથી. તે માયા અને કટિલ્યમાં ચતુર હોવાથી શું ન કરે?” શકુંતલા બોલી–સ્ત્રી ચરિત્ર તમે અનુભવેલ,તેથી સત્ય સમજે છે, પરંતુતેવું મારામાં જે કાંઈ હોય તે તે રાજાની દષ્ટિ હાર નેજ હોય, પણ ઉકિત-પ્રયુકિતથી વચન વિસ્તાર તે વધીજ જાય.” એમ કહેતાં, સભાને રોવરાવતી શકુંતલા મોટેથી રેવા લાગી. તથાપિ અકરૂણ રાજાને યાદ ન આવ્યું અને તેણે કબૂલ પણ ન કર્યું. ત્યારે પ્રધાને કહેવા લાગ્યા–“હે મુગ્ધ ! તારે રડવાથી શું થવાનું છે? તું નિશાની છે કે જેથી રાજાને પ્રતીતિ થાય. શકુંતલાએ કહ્યું—“હું તે સજાની સત્યતા જોઉં છું. નિશાનીના અક્ષર–પત્ર તે બધાને માન્યજ હેય. ત્યારે રાજા બરાબર વિચારી, ધીરજથી બોલ્યા કે—“નિશાની આપતાં, એને મેં સ્વીકાર કર્યો છે, એમ મને ખાત્રી થાય. ભલે, વિવાદ ટાળનાર અભિજ્ઞાન બતાવે કે જેથી સ્પષ્ટ સ્મરણ થાય.” એમ રાજાએ પતે તેની પાસે નિશાની માગી. ત્યાં તાપસ બેલ્યા–એ તે રાજાનું વચન નીતિયુકત છે. માટે હે વત્સ ! સંકેત સંભળાવ.” એમ તાપસે કહેતાં–રાજાની વીંટી હજી મારી આંગળીએ બરાબર વિદ્યમાન છે.” એમ યાદ કરી શકુંતલાએ રાજાને જોઈ પિતાની આંગળી બતાવી. તેવામાં એ શું બતાવે છે ? એમ બધી સભા આદરથી જેવા લાગી, ત્યાં તે તેણે પિતાની આંગળી, વટી