________________
શ્રી ચંદ્રપ્રભસ્વામીને જન્મ.
૨૨૯
બુદ્ધિ પ્રમાણે સ્વાર્થ વિચારીને કહ્યું કે હે દેવી! તને ઉત્તમ પુત્ર થશે.” વળી સ્વપ્ર–પાઠકને પૂછતાં, તેમણે પણ કહ્યું કે–
ચકવર્તી કે જિનેશ્વર તમારે પુત્ર થશે.” તેવામાં સ્વામિની ઉત્તમતાને લીધે તથા છેકે સંભાવના ન કરવાથી જાણે કેપ વડે જ ઇંદ્રનું આસન ચલાયમાન થયું. જેથી “અરે! અકસ્માત્ અમારું આસન કેમ કંપાયમાન થયું.?” એમ ધારી જ્ઞાનથી જિનાવતાર જાણી, તરત બધા ઇંદ્ર, જાણે બાંધીએ કરેલ સંકેત પ્રમાણે વિશેષથી સ્વામિ–માતાને સ્વાર્થ કહેવાને એકી સાથે આવ્યા અને મસ્તકપર અંજલિ જેવ, વૃત્તિકાર જેમ સૂત્ર વર્ણવે તેમ વિનયથી સ્પષ્ટ સ્વાર્થ કહેતાં તેમણે જણાવ્યું કે–“હે દેવી! એ સ્વને અસાધારણ ફળ આપનાર છે. તમારે ચંદ રાજલેકને સ્વામી પુત્ર થશે.” એ પ્રમાણે સ્વાર્થ કહી, જિનમાતાને નમી, ઇંદ્ર ક્ષણવારમાં પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. સ્વામિની પણ વપ્રાર્થરૂપ અમૃતથી સિંચાતાં મેઘથી સિંચાયેલ ભૂમિની જેમ રમાંકુરયુક્ત થયાં. હવે ગર્ભસ્થ પ્રભુના યશવડે સ્વામિની સેવનવર્ણ છે, તથાપિ પંડુરવણ થયા. ગુણના ગેરવે દેહ વહન કરવાને તે અસમર્થ થયા અને જાણે અમૃતરસથી તૃપ્તિ પામ્યા હોય તેમ આહાર પ્રત્યે અરૂચિ ધરવા લાગ્યા. તેમના લેચન વિશેષથી વિકસિત થયાં તે જાણે સ્વામીને જેવાને ઉત્કંઠિત બની વિકાસ પામ્યા હોય. પૂર્વે મંદ ગતિ છતાં મન્મત્ત મતંગજની જેમ તેમની ગતિ વિશેષ મંદ બની. ત્રણે લોકમાં એક શ્રેષ્ઠ સારભૂત ગર્ભને વહેતાં તે ખેદ ન પામ્યા, કારણ કે ગર્ભમાં વસતા જિનને એ પ્રભાવ છે. એમ અનુક્રમે લક્ષ્મણ દેવીના ઉદરમાં રહેલ ગર્ભ ભૂમિમાંના કંદની જેમ હળવે હળવે ગુપ્તપણે વધવા લાગે, વળી ગર્ભસ્થ અષ્ટમ જિનના પ્રભાવથી મહાસેન રાજા બધા રાજાઓને અત્યંત માનનીય થઈ પડયે. ગર્ભના પ્રભાવથી તે રાજાનું રાજ્ય પણ વિસ્તાર