________________
૨૯૮
શ્રીચંદ્રપ્રભ સ્વામી–ચરિત્ર.
કિરણોની જેમ વધવા લાગ્યા. પ્રભુ યૌવનવય પામતાં પણ તેમના પગના તળીયાં રક્ત, ઉન્નત, સમતલ, કમળ, પ્રસ્વેદ તથા કંપરહિત અને ચક, અંકુશ પ્રમુખથી અલંકૃત હતાં. તેમના અંગુઠા વર્તુલ, પુષ્ટ, ભુજંગની ફણા સમાન ઉંચા અને જ્યાં મણિ સમાન નખ શેલતા. પગની અંગુલિ આંતરરહિત, સરલ અને નંદાવર્તથી લાંછિત, પગની પાની વર્તલ અને પૃથુલ તથા પેઢા-પગની ગાંઠ (ગુલ્ફ) તે ગૂઢ અને પુષ્ટ હતા. વળી પગ અનુક્રમે કૂર્મની જેમ ઉન્નત, અલ્પ શીતલ, સ્નિગ્ધ અને લેમરહિત હતા. જગત્રભુની જંઘા હરણની જેમ વર્તેલ, અનુક્રમે માંસલ તથા જાનુયુગલ પૂર્ણ ચંદ્રસમાન વર્તુલ અને માંસથી પૂતિ હતા. તથા કદલીતંભ સમાન કેમળ ઉ–સાથળ અનુક્રમે પીવર-પુષ્ટ હતા તેમજ સ્વામીના જલધર વૃષણ ગજરાજની જેમ અતિગૂઢ હતા. પુરૂષચિન્હ તે જાત્યાશ્વની જેમ અત્યંત ગુપ્ત તથા કટી તે દીર્ઘ, માંસલ, સ્થૂલ, વિશાલ અને કઠિન હતી. સ્વામીને મધ્યભાગ કૃશ અને સરિતા (ગંગા) ના આવર્ત સમાન નાભિ, તેમજ બંને કુક્ષિ માંસલ, કમળ, સ્નિગ્ધ, સરલ અને સમાન હતી. વળી કક્ષા–કાખ તે અલ્પ રેમવાળી, ઉન્નત અને ગંધ કે પ્રસ્વેદના મલરહિત હતી. તેમજ વક્ષસ્થળ તે મધ્યાન્હના આકાશ સમાન તથા મધ્ય મેરૂના ભૂતલ સમાન પૃથુલ, ઉન્નત અને શ્રીવત્સયુક્ત હતું. સ્કંધ તે ઢ, પાવર અને વૃષભના સ્કંધ સમાન ઉન્નત હતા, જેમના બાહ ઢીંચણ સુધી લંબાયમાન અને નારક જીવને ઉદ્ધાર કરવાને સમર્થ હતા, તેમજ હાથ તે રક્ત, કઠિન, ઉષ્ણ, છિદ્રરહિત તથા પસીના વિનાના હતા. તથા અંગુલિ તે નખ-કિરણરૂપ પલ્લવયુક્ત કલ્પલતા સમાન અને લેકના સંતાપ છેદવાને સજલ દીપિકા સમાન હતી. ભગવંતને કંઠ તે ત્રિરેખાયુક્ત, ભવ્યાત્માઓને મેક્ષમાર્ગની રત્નત્રયી તુલ્ય તથા વદનરૂપ પૂર્ણકુંભના પ્રતિગ્રહ-આધાર સમાન