________________
૪૬
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
અદ્ભુત ગુણત્કર્ષ જેમાં પ્રાણીઓ મોક્ષ સુખના ભાજન થાય છે. તમારા વચનામૃતની વૃષ્ટિએ હવે શ્રવણ–પુટ સંપૂર્ણ—સફળ થશે. એ પ્રમાણે ઈંદ્ર સ્તુતિ કર્યા પછી ભગવંતે ચંદ્રપ્રભ સ્વામીએ
જનગામિની અને પાંત્રીશ ગુણયુક્ત વાણુથી દેશના આપવાને પ્રારંભ કર્યો
હે ભવ્યાત્માઓ ! આ અનાદિ અનંત સંસારમાં વર્તતા પ્રાણીઓને જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય કમની ત્રીશ કેડીકેડી સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ગોત્રકમ અને નામકર્મની વીશ કેડાછેડી, મેહનીયની સીતેર કડાકીની સ્થિતિ છે, તેમાં ગિરિ–નદીના પાષાણુ–ગોલકના ન્યાયે અનુક્રમે પ્રાણું પિતે ફલાનુભાવે સર્વ કર્મ ખપાવતાં, પ્રથમ ઓગણત્રીશ, એગણેશ અને ઓગણતર કે ડાકેની સ્થિતિ ખપાવે, અને દેશ ઉણું એક કેડીકેડ સાગરોપમની રિથતિ રહે ત્યારે પ્રાણું યથાપ્રવૃત્તિકરણના ગે ગ્રંથિભેદ કરે, રાગ-દ્વેષનાં દુર્ભેદ્ય પરિણામ તે ગ્રંથિ, ત્યાં જતાં પણ રાગાદિકથી પ્રેરાતાં પ્રાણ ત્યાંથી પાછા ફરે છે, કેટલાક પરિણામ–વિશેષથી ત્યાંજ સ્થિતિ કરે છે અને કેટલાક ભદ્રક પરિણમી અપૂર્વકરણને વેગે તે દુરતિક્રમ ગ્રંથિને તરત ઓળંગી જાય છે, એટલે અનિવૃત્તિકરણે અંતરકરણ કરતાં, ચાર ગતિનાં કારણરૂપ મિથ્યાત્વદળને વેરી નાંખી અંતમુહૂર્તમાં તે સમ્યગ્દર્શનને પામે છે, એ સમ્યગ્દર્શન નિસર્ગ હેતુક કહેવામાં આવ્યું. વળી જે ગુરૂને ઉપદેશથી પ્રાપ્ત થાય તે અધિગમ–સમ્યક્ત્વ કહેવાય. તે સમકિત આપશમિક, સાસ્વાદન, ક્ષાપશમિક, વેદક અને ક્ષાયિક એમ પાંચ પ્રકારે છે. તેમાં કર્મગ્રંથિ ભેદતાં અનાદિ મિથ્યાત્વીને પ્રથમ ઉપશમ સમકિતને લાભ અંતમુહૂર્ત માત્ર થાય. તેમજ ઉપશાંતમૂહ ગુણસ્થાને વર્ણનાર જીવ ઉપશમ શ્રેણિના ગે મેહનીયને ઉપશમાવે,