________________
પ્રભુ દેશનામાં સમ્યકત્વનું વર્ણન.
વળી સમકિતભાવને તજી મિથ્યાત્વની અભિમુખ થતાં, અનંતાનુબંધી કષાયે ઉદય પામતાં જીવ જે ઉત્કૃષ્ટ છ આવલિ અને જઘન્ય એક સમય સમકિત પરિણામ પામે તે સારવાદન સમકિત સમજવું. ઉદય પ્રાપ્ત થયા મિથ્યાત્વના દલીયાને ખપાવે, નથી ઉદય થયા તેહને ઉપશમાવે અને સમકિત મેહનીય વેદે તે ક્ષપશમ સમકિત, તેમજ ક્ષપક શ્રેણિએ આવતાં સમકિત મેહનીયના ચરમઅંશને વેદે છે અને ક્ષાયકભાવની સન્મુખપણે જ જે વર્તે છે તે વેદક સમકિત જાણવું. મેહનીયની સાત પ્રકૃતિ તે ચાર અનંતાનુબંધી કષાય, સમકિત મેહ, મિશ્રમેહ અને મિથ્યાત્વમેહ ધ્વસ્ત થતાં પ્રાણને પાંચમું ક્ષાયિક - સમકિત પ્રાપ્ત થાય. એ સમ્યગ્દર્શનના ગુણથી રેચક, દીપક, અને કારક એમ ત્રણ પ્રકાર પડે છે. તેમાં સિદ્ધાંતમાં બતાવેલ તત્ત્વ તેના હેતુ કે ઉદાહરણ વિના દઢપણે માનવું તે રેચક સમકિત, બીજાના સમકિતને દીપાવવું તે દીપક સમકિત અને સંયમ, તપ પ્રમુખનું આચરણ પોતે કરે તે કારકસમકિત, તેમજ રાગાદિકને જીતનાર, સર્વજ્ઞ, વિશ્વપૂજનીય તથા યથાર્થ ઉપદેશક એવા જિનેશ્વરમાં દેવબુદ્ધિ, મહાવ્રત ધરનાર, ધીર, ભિક્ષા–ભેજન કરનાર, ધર્મોપદેશક અને સામાયિકસ્થ એવા મુનિ પ્રત્યે ગુરૂબુદ્ધિ તથા નરકમાં પડતાં જીવને બચાવે, દશવિધ, દયાધર્મમાં જે ધર્મબુદ્ધિએ સમકિત નિર્વાણદાયક અને એ કરતાં વિપરીત જે મિથ્યાત્વ તે ભવદુઃખના કારણરૂપ સમજવું. યતિધર્મ અને ગૃહસ્થ ધર્મનું મૂળ સમક્તિ છે કે જે સમકિત વિના તે ધર્મો નિષ્ફળ ગણાય છે. આ સંબંધમાં પ્રભાવંત યતિધર્મ અને ગૃહિધર્મના યથાસ્વરૂપ દષ્ટાંત સાંભળે–
આ જગતમાં સિંહ સમાન એક મહા પરાક્રમી રાજા કે જેની આજ્ઞા દેવ, અસુર કે નરેદ્રો કદાપિ લેપતાનથી તેના આઠ સામંત છે