________________
સમ્યકત્વ ઉપર દૃષ્ટાંત.
૨૪૯
દયાળુ, ન્યાયી અને સર્વત્ર લેકેનું રક્ષણ કરવામાં બહુજ કાળજી ધરાવતે. “આ તે લોકેને હિતકારી છે, એવી ત્રણે જગતમાં સર્વત્ર તેની પ્રસિદ્ધિ થઈ અને દેવે પણ તેને નમવા લાગ્યા.” તે ચક્રવર્તીની આજ્ઞા જે સર્વથા સ્વીકારે, તે અવશ્ય બંધનથી તરત છુટે.” એવી ખ્યાતિ થતાં બંધન પામેલા લેકે ત્યાં ગયા અને સમય પામીને તેમણે ચક્રવર્તીને દીનપણે વિનંતી કરી કે –“હે નાથ ! આટલા દિવસ તે કુરાજાના હાથે કુટાતાં અમે કઈ વાર સ્વને પણ સુખ પામી શકયા નથી, પણ અમારા પુણ્યગે તમે સ્વામી પ્રગટ્યા તે હે નાથ ! અમારું રક્ષણ કરે. તમે તેનાથી પણ બળવાન છે ” એક તે તે પોતેજ ઉપકારી હતું અને તેમાં લોકોએ વિનંતી કરતાં તે પ્રસન્ન થઈ, મધુર વચને કહેવા લાગે કે –“હે લેકે ! જે તમે મારી આજ્ઞામાં વર્તાશે, તે તે ક્રર થકી પણ તમને ભય નથી. તમારે ધર્મથી વર્તવું અને ન્યાયમાં રહેવું તેમજ ખરાબ અધ્યવસાયથી વર્તવું નહિં, તમારે એક બીજાને છેતરવું નહિ.” એ પ્રમાણે તે ચકવર્તીની આજ્ઞા પામી તે લોકો અત્યંત ભય રહિત થઈ ગયા. ત્યારે ચકવર્તીના પ્રભાવથી અન્યાયી બીજે રાજા કોને કંઈ પણ સતાવવા સમર્થ ન થયે, પરંતુ તે આઠે માંડલિકે, કેને ધાડ પાડીને નિત્ય લુંટવા લાગ્યા, તે લેકેએ ભારે કષ્ટથી જે જે મેળવેલ, તે બધું તેમણે બળાત્કારે છીનવી લીધું. લેકે એક સ્થાનથી બીજે સ્થાને ભાગતાં, ત્યાં પણ તે ઝૂરે ધાડ પાડી કોને મારતા, એટલે પાછા તેઓ ચકવત્તી પાસે આવી વિનવવા લાગ્યા કે –“હે દેવ ! તેઓ ધાડ પાડી અમને લુટે છે, તે તમે એવું કોઈ દુર્ગ સ્થાન બતાવે કે જ્યાં રહેતાં અને તેઓ હેરાન ન કરે.” ત્યારે ચકવર્તીએ કહ્યું–‘તમને એવું ઉંચું દુર્ગ–સ્થાન બતાવું કે જ્યાં તે દુષ્ટનું નામ પણ ન હોય. એક ઉંચે પર્વત કે જે અગ્રાહ્ય અને ધાડના ભય રહિત છે, પણ વાહન વિના ત્યાં જઈ ન