________________
૨૪૮
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
કે જે મહાકુર, નિર્દયી, પરાક્રમી, રાજ્યપ્રવ`ક અને પ્રચંડ છે. તે રાજાની આજ્ઞા ત્રણે જગતમાં વ્યાપ્ત છે અને તે આઠ માંડલિક અસ્ખલિતપણે જળમાં મત્સ્યની જેમ પ્રવર્તે છે. પેાતાની શક્તિએ તે જગતના બધા પ્રાણીઓને પીડે છે અને પોતાના કૌતુહલે સ્વચ્છાએ પ્રવર્તે છે. તેમાં પ્રથમ જ્ઞાનાવરણ સામંત તે કળા ગ્રહણ કરવા પ્રવતેલ જીવને તે આપેજ નહિ, એમ આડે આવે છે, બીજો દનાવરણીય સામંત તે ક્રીડા કરવા દૃઢપણે લેાકેાનાં લેાચન ઢાંકે છે. ત્રીજો વેદનીય સામંત તે બધા પ્રાણીને તીક્ષ્ણ દુઃખ હેવરાવે છે. ચેાથેા મેાહનીય નામે માંડલિક જે જે જુએ, તે બધું પેાતાને સ્વાધીન કરે છે. પાંચમા નામકર્મ લોકોને સુરૂપ અને વિરૂપ અનાવે છે. છઠ્ઠો ગેાત્રક ઉત્તમને પણુ અસ્પૃશ્ય ઘરામાં ફ્રેંકે છે. સાતમા અતરાય લાકમાં પ્રાપ્ય વસ્તુના બલાત્કારે નિષેધ કરે છે અને આઠમા આયુકર્મ ઘણાં ઉંચ નીચ ઘરામાં બધાને ઘાલી મૂકે છે અને પોતાની ઇચ્છાએ કહાડે છે. એ દુષ્ટ સ્વભાવના આઠે સામ તે લેાકેાને પીડા પમાડી રહ્યા છે એ રાજવલ્લભ હાવાથી લાકે તેમના દુષ્કૃતને સહી લે છે. તેમનાથી ભય પામતાં લાકા જ્યાં જાય છે ત્યાં એ વસે છે. એવું કાઈ રથાન નથી કે જ્યાં એ આઠે રહેતા ન હાય. તેમનાથી અત્યંત પીડા પામતાં લેાકેાએ રાજાને વિનંતિ કરી કે હે નાથ ! એ આઠે સામ તે અમને બહુજ સતાવે છે. ’ એટલે રાજાએ વિચાર કર્યાં કે—‹ એમનાથીજ મારૂ રાજ્ય ચાલે છે માટે એ લાકે તે મારે માન્ય અને પાષણીય છે. એમ ચિતવતાં રાજાએ, રક્ષણ માટે ફર્યાદ કરવા આવેલા બધાના હાથ અલાત્કારે તે માંડલિકા પાસે બંધાવ્યા પછી બંધન પામેલા લોકેાને તેમણે અ ંધાર—ગૃહમાં નાખી દીધા. તેમાં કેટલાકને દૃઢ આંધીને તે ભમાવવા લાગ્યા, પણ મૂકે નહિ. એમ તેમણે બંધનમાં નાંખી લેાકેાને સતાવતાં, તે રાજાના પ્રતિપક્ષી ચક્રવત્ત ઉત્પન્ન થયા તે અનુક્રમે અન્ય રાજ્ય પામ્યા, જે